________________
સમ્રમબિંદુ શ્રદ્ધા.
ઃઃ
॥ ॥
" रुचिर्जिनोक्ततवेषु सम्यक् श्रद्धानमुच्यते । जायते तन्निसर्गेण गुरोरधिगमेन वा " ॥ १ ॥ અર્થ-જિન ભગવંતે કહેલા તત્વ ઉપર રૂચિ રાખવી તે સમ્યક્ શ્રદ્રા કહેવાય છે. તે શ્રદ્ધા સ્વાભાવિક રીતે અથવા ગુરૂની પ્રા સિથી થાય છે.”
ગૃહસ્થ શિષ્ય—હે ભગવન ! આપે મને સમ્યકત્વ વિષે સમજાવ્યું, તેથી મને ઘણેાજ લાભ થયેા છે. હવે કૃપા કરી શ્રદ્વા વિષે સમજાવે.
ગુરૂ-હે ભદ્ર, તે જે પ્રશ્ન કર્યાં, તે ઘણાજ ઉપયોગી છે. માટે ધ્યાન દઈને સાંભળ.
આપણા જૈન શાસ્ત્રમાં જે સમ્યકત્વ કહ્યું છે. અને મેં તને જે હમણા સમજાવ્યું, તે સમ્યકત્વનેજ શ્રદ્ધા કહે છે. શ્રી જિન ભગવતે કહેલા દેવ, ગુરૂ અને ધર્મ યથાર્થ છે. તેએએ જે તત્વા દર્શાવ્યાછે, તે સત્ય છે, આ પ્રમાણે જાણવુ, તે સમ્વક શ્રધ્ધા કહેવાય છે. આકીન રાખ્યા વિના કે.ઇપણ બાબત ફળ આપતી નથી. શ્રદ્ધાથી સ કાર્ય સફળ થાય છે. તે શ્રદ્ધા સ્વાભાવિક રીતે અથવા ગુરૂના ઉપદેશથી પ્રાપ્ત થાય છે. જે સ્વાભાવિક રીતે ઉપન્ન થાય, તે પૂર્વના પુણ્ય ની નિશાની છે, કારણ કે, નહીં તેા ઉપદેશ આપ્યા વિના શી રીતે શ્રદ્ધા થાય ? જે ગુરૂના ઉપદેશથી શ્રદ્ધા થાય છે, તે સ્વાભાવિક - દ્ધાની જેમ સ્થિર રહેવી અશકય છે; કારણકે, કદિ જો કોઇ મિથ્યાત્વી ગુરૂ આવી ઉપદેશ આપે, અને તે શુરૂ વાચાળ અને વિદ્વાન હોય તા, ઉપદેશ જનિત શ્રદ્ધા ટકવી મુશ્કેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com