________________
જૈન શશિકાન્ત મુસાફરરૂપ ગુરૂ પ્રાપ્ત થાય છે, ત્યારે તે ગુરથી અનિવૃત્તિ કરણ રૂપ શુદ્ધ સરળ માર્ગમાં લાવી અંતરકરણરૂપ શીતલ સ્થાન બતાવી, બાવના ચંદનરૂપ શાતાકારક સમ્યકત્વને પામે છે. તે વખતે અનંતાનુબંધી અને મિથ્યાત્વથી થયેલ પરિતાપ નાશ પામે છે. અને તેની ગાઢ તૃષ્ણ પણ મટી જાય છે. હે ગૃહસ્થ શિષ્ય, આ ઉપનયને અર્થ બરાબર સમજી તું તારા આત્માને સમકિત તરફ અભિમુખ કરજે. કે જેથી તારા જીવનનું સાફલ્ય થઈ જાય. હે શ્રાવકકુમાર, તું આ સંસારથી કંટાળી દીક્ષા લેવા ઈચ્છે છે, પણ તારામાં જ્યાં સુધી પ્રબલ વૈરાગ્ય થયે નહોય, ત્યાં સુધી તું એ માગ ગ્રહણ કરવાનું સાહસ કરીશ નહિ. ચારિત્રધર્મ ધારણ કરવો ઘણું મુશ્કેલ છે. મેં જે આ સમકિતનું સ્વરૂપ કહ્યું, તે બરાબર ધ્યાનમાં રાખી તેવા સમકિતને પ્રાપ્ત કરી આ સંસારમાં રહીશ, તે પણ તારા આત્માને ઉદ્વાર થઈ શકશે. કારણ કે, શુદ્ધ સમકિતને ધારણ કરનારા પુરૂષો પછી હેલાઇથી ચારિત્ર ધર્મના અધિકારી થઈ જાય છે.
ગુરૂના આવાં વચન સાંભળી તે ગૃહસ્થ શિષ્ય પ્રશ્ન કર્યો, હે પૂજ્યપાદ ગુરૂ, આપે કહ્યું, તે યથાર્થ છે. મારી ઈચ્છા પણ તેમ કરવાની છે. તથાપિ આપના જેવા સમર્થ અને જ્ઞાની ગુરૂની સેવા કરતાં કરતાં જે મારી મને વૃત્તિમાં વૈરાગ્ય ભાવના પ્રગટ થશે, તે હું આ પની પાસેજ ચારિત્રધર્મ અંગીકાર કરીશ. અને મારા શ્રાવકજીવનને કૃતાર્થ કરીશ.
ગુરૂ-હે વિનીત શિષ્ય, એવી ભાવના ભાવ્યા કરજે. ચારિત્ર લેવાની ભાવના ભાવવી એ પણ સર્વોત્તમ ગણાય છે. આપણા જૈનશાસ્ત્રમાં ભાવનાને પ્રભાવ સારી રીતે દર્શાવ્યો છે. તેમાં એટલે સુધી લખે છે કે, પતિના ચિન્હ ન હોય, પણ જે તેની ભાવના ઉત્તમ પ્રકારની હોય, તે તે ભાવયતિ કહેવાય છે. દ્રવ્યયતિના કરતાં ભાવયતિ કેટલેક અંશે ચઢીઆત છે. તેથી હે શિષ્ય, તું હમેશાં ચારિત્રની ભાવના માવ્યા કરજે. જેથી તારામાં ચારિત્રને અધિકાર અવશ્ય પ્રાપ્ત થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com