________________
૩૧૨
જન શશિક્રાંત. કેટલાક સમય થયા પછી મનેરમ પિતાના માતાપિતાને ધર્મ પમા ડવાની ઈચ્છાથી ચંદ્રનગરમાં આવી ચડે, તેની સાથે તેના ગુરૂ અને બીજા મુનિને પરિવાર હતું, જ્યારે તેણે ચંદ્રનગરમાં તપાસ કરી, ત્યાં પોતાની સ્ત્રી કાંતા કુવામાં ઝંપલાવી મૃત્યુ પામી અને પાછળથી માતા પિતા પણ મૃત્યુ પામ્યા–એ ખબર તેના જાણવામાં આવી; આથી તે મને વિજય મુનિને ઘણે અફશેષ થયો, અને તે બધાના મૃત્યુનું કારણ પિતે છે, એમ માની તે ઘણે શેક કરવા લાગ્યો. તે પિતાની સાધુ કિયા અને સ્વાધ્યાય ધ્યાન કરતાં પણ તેનું ચિંતવન કરતે, અને તેથી તે પિતાની ધર્મ કિયા સારી રીતે કરી શકતો નહે.
એક વખતે મને વિજય ગુરૂની પાસે પ્રતિકમણની ક્રિયા કરવા બેઠે હતું. તે વખતે પ્રતિકમણના પાડેમાં તે ઘણી ભૂલો કરતે હતે. વારંવાર તેની આવી ભૂલે થતી જઈ તે ક્રિયા પૂર્ણ થયા પછી ગુરૂએ તેને તેમ થવાનું કારણ પુછયું, એટલે તેણે સત્ય વૃત્તાંત ગુરૂની આગળ નિવેદન કર્યો હતે.
પિતાના શિષ્યને સુખથી આ વૃત્તાંત સાંભળી ગુરૂએ તેને આ પ્રમાણે બોધ આપ્યો હતે, “શિષ્ય, આ જગત્માં સંસારના અનેક બને થયા કરે છે, તેવા બનાવેનું સ્મરણ કરવું ન જોઈએ. ગૃહસ્થ જ્યારથી સંસારને ત્યાગ કરી પંચમહાવ્રત ગ્રહણ કર્યો, ત્યારથી તેણે પોતાના સંસારના કેઈપણ બનાવેનું સ્મરણ કરવું ન જોઈએ, તેનું સ્મરણ કરવાથી ચારિત્ર ધર્મમાં ખલના અને અંતરાય થાય છે, એ વાત લક્ષમાં રાખવાની છે. મુનિનું ચારિત્ર જીવન જુદાંજ પ્રકારનું છે. તેના આત્માને જાણે બીજે જન્મ લીધો હોય, તેમ માનવાનું છે. મુનિધર્મને ધારણ કરનારા પુરૂએ તેવા હેતુને લઈને પિતાના દેશના ગામના અને સંબંધીઓના સહવાસમાં રહેવાની ના કહેલી છે.”વત્સ, હવેથી તું તારા સાંસારિક બનાવેનું સ્મરણ કરીશ ન હિતારા હૃદયમાંથી તે વાતને દૂર કરી ભુલી જા કેટલીએક વાતનું વિસ્પણ કરવાથી ઘણા લાભ થાય છે, પૂર્વે જે વાત આપણું અનુભવમાં આવી હતી, તે સમયે જ આપણે તે વાતના અનુભવી હતા, આજે તે પ્રસંગ વિતી જવાથી આપણે કાંઈ તેવા અનુભવી થવાના નથી તેમ તે વ ખતના જેવું દુઃખ આપણને થવાનું નથી, પણ તે વાતનું સ્મરણ કર વાથી આપણે તે આપણું ભુતકાળને અનિષ્ટ પ્રસંગને પાછા ફરીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com