________________
વિસ્મરણું.
૩૧૧ કરવા લાગે અને તેને આ સંસાર ઉપરથી પૂર્ણ અભાવ થઈ ગયે.
પ્રાત:કાળે મેમાન થઈ વેલે કુબેર પિતાની શુદ્ધતા પ્રગટ કરવાને પિતાને વાત કહેશે અને તે પિતા મારી સ્ત્રીને ઠપકે આપશે એમ, કરતાં આ દુરાચારની વાત બધે ફેલાશે. અને હું એવી કુલટા સ્ત્રીને પતિ હૈઈ સર્વ ઠેકાણે વગેવાઈશ.” આ વિચાર કરી મનોરમ તે વખતે પિતા ના ઘર અને કુટુંબને ત્યાગ કરી ચાલી નીકળ્યો હતો.
પ્રાતઃકાળે શિવદાસ અને સુચિત્તા જાગ્રત થયાં તેમણે પુત્ર તથા પુત્ર વધૂને જયાં નહીં એટલે ચિંતાતુર થઈ ગયાં અને ચારે તરફ તેની તપાસ કરવા લાગ્યાં. ત્યાં અતિથિ ગૃહમાં તપાસ કરતાં માલમ પડ્યું કે, જે મેમાન કુબેર પિતાને ત્યાં આવ્યું હતું, તે પણ નથી, આથી તેમના મનમાં વિશેષ શંકા ઉત્પન્ન થઈ, અને ગામમાં તેને માટે તપાસ કરવા માંડી. બંને દંપતિએ પુત્ર અને પુત્રના શેકમાં ભેજન કર્યું નહીં અને અતિશય વિલાપ કરવા માંડો, એવામાં કોઈએ એવી ખબર આપ્યા કે, “નગરની બહેર આવેલા એક કુવામાંથી કોઈ સ્ત્રીનું શબ નીકળ્યું છે, અને તે કે છે ? તેને માટે રાજા તરફથી તપાસ ચાલે છે, તે સાંભળતાંજ શિવદાસ તે સ્થળે ગયા. ત્યાં તેણે પિતાના પુત્રની વધુ કાંતાને મરેલી જોઈ; આથી તે વિષેષ ગભરાટમાં પડી અને તરત જ તેણે રાજાની પાસે તે પિતાના પુત્રની વહુ છે એ વાત જણાવી. રાજાના અધિ-કારીએ પુત્ર વધુને મારવાનું કારણ પુછયું, જે વાત તેના જાણવામાં નથી એમ જાહેર કર્યું, અને પિતાના પુત્રને પણ પત્તા નથી, એ વાત પણ જણાવી. આ વખતે શિવદાસની જુબાની લીધાથી રાજાના અધિકારીઓના જાણવામાં આવ્યું કે, તેને ઘેર જે કુબેર મેમાન તરીકે આવ્યું હતું, તેમાંથી આ ગડબડ થયેલી છે. છે. આ બનાવથી શિવદાસ એને સુચિત્તા ઘણાજ ચિંતાતુર રહેવા લાગ્યા, અને છેવટે એ પુત્રના શેકથી અનશન કરી મૃત્યુ પામી ગયાં હતાં. . - આ તરફ ઘરમાંથી નાશી ચાલી નીકળેલ મરમ કઈ દૂર દેશમાં આવેલા નગરમાં આવ્યું, અને ત્યાં તેણે કઈ જૈન મુનિની પાસે દીક્ષા લીધી, અને મને વિજય નામ ધારણ કર્યું. વૈરાગ્યથી રંગિત થયેલે મનરમ ચારિત્ર લઈ તેને યથાર્થ રીતે પાળતું હતું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com