________________
વિવેક. સંયમ એ શી વસ્તુ છે? કે જેને બાંધવાની જરૂર પડે? અને તેને બાંધી શકે તે પદાર્થ આ જગતમાં કર્યો હશે ?
મહામુનિ બેલ્યા “ભદ્ર, સંયમ એ દ્રવ્યરૂપ નથી, પણ ભાવરૂપ છે. જે ભાવરૂપ હોય, તેને બંધન પણ ભાવરૂપજ હોવું જોઈએ. તેથી સંયમને બાંધવાનું એક ભાવસાધન છે, તે સંપાદન કરવાથી થાવજજીવ સંયમ સ્થિર રહી શકે છે. તે વસ્તુ તે વિવેક છે. વિવેકના બંધનથી સંયમ બંધાય છે અને તેથી તે જાવજીવ સુધી અચળ રહે છે.
તાપસ બેલ્ય–મહામુનિ, તે વિવેક શી વસ્તુ છે? તે મને સમજા.
મુનિએ પ્રસન્નનાથી જણાવ્યું, “ભદ્ર, આ દેહ અને આત્મા દે છે, એવું જે જ્ઞાન તેવિવેક કહેવાય છે. એ વિવેકને લઈને મનુષ્યના હૃદયમાં વૈરાગ્ય ભાવના દઢ રહે છે અને તેથી તેનામાં સંયમ. ની સ્થિરતા ચિરકાળ ટકી શકે છે.
મહામુનિની આ વાણી સાંભળતાં જ તે તાપસ આનંદિત થઈ ગયે અને તેના હૃદયમાં વૈરાગ્યભાવ ફુરી આવ્યું અને તરત જ તે મુનિને વંદન કરી બે –“મહાનુભાવ, હવે હું વિવેકના શુદ્ધસ્વરૂપને સમજે છું. એ વિવેકને પ્રકાશ મારા હૃદયમાં પડે છે. એથી હવે હું સંયમને પૂર્ણ અધિકારી થયે છું. આ અજ્ઞાન તપ કરી આ ક્ષણિક દેહને ચંચળ સુખ આપવાની જે મારી ઈચ્છા હતી, તે હવે નાબુદ થઇ છે. મારા જીવનની મલિનતા હવે દૂર થઈ છે. મારા હૃદયના અંતભાગમાં વિવેકને પ્રકાશ પડવાથી મારી વૃતિ ઈ
છા રહિત થઈ ગઈ છે. પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે અને પરમાત્માને અને આપણા આત્માને અખંડ સંબંધ છે, તેથી યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છનારે ઇંદ્રિય દ્વારા મનને અને વિષયને સંબંધ ન સેવ તાં મન અને આત્માને સંબંધ સેવ જોઈએ. “ એવું મને ભાન થઈ આવ્યું છે. ઇંદ્રિયે જ્યાં સુધી વિષમાં આસક્તિવાળી હેય છે, ત્યાં સુધી મન આત્માના સંબંધને સેવતું નથી એવી મને ખાત્રી થઈ છે. યથાર્થ જ્ઞાન થવામાં વિષ તરફ વિરામ એ પ્રથમ મને અનિવાર્ય સાધન છે એવી મારા મનને પ્રતીતિ થઈ ગઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com