________________
૨eo
જન શશિકાન્ત. વિદ્વાને અને જ્ઞાનીઓ જેને ધિક્કારે છે અને જેને ત્યાગ કરવા પ્ર. યત્ન કરે છે, તેવી સંપત્તિ મેળવવા આવું ભારે કષ્ટ સહન કરવું, તે મેટા પર્વત ઉપર ચડી ઈ ગેરીયાનું ફળ મેળવવા જેવું છે ભદ્ર, તમારા હૃદયમાં આ વિષે દીર્ઘવિચાર કરે અને અજ્ઞાન તપને ત્યાગ કરી દ. જે તપસ્યા કરવાનીજ તમારી ઈચ્છા હોય તે નિષ્કામ વૃત્તિથી તપસ્યા કરે. કેઈપણ જાતની કામના રાખી તપસ્યા કરશે નહિં. માત્ર પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરી ઉગ્રતપસ્યા કરવાની પ્રવૃત્તિ કરે, એથી તમારે આત્મા શાશ્વત સુખ મેળવી શકશે.
હે ભદ્ર, જે તમારે આત્મસાધન કરવાની ઈચ્છા હોય અને મને વૃત્તિને શાંતિસુધાના મહાસાગરમાં મગ્ન કરવી હોય તે તમે સંયમના પવિત્ર માર્ગને ગ્રહણ કરશે. એ સંયમ તમારા જીવનને શાંતિ આપી સદા આનંદમય બનાવશે.
મુનિના આવાં વચન સાંભળી તે તાપસના હૃદયમાં સારી અસર થઈ ગઈ. આ લેકની સંપત્તિ તથા મેહ ઉપરથી તેને માનસિક મેહ વિનષ્ટ થઈ ગયું. તે પ્રસન્ન થઈને બે –મહાનુભાવ, આપના વચને સાંભળી મારા હૃદયમાં પ્રબોધ જાગ્રત થયા છે. હું આજસુધી અજ્ઞાનતાના અંધકારમાં રહ્યો હતે. આજે આપ સ. ધને પ્રકાશ પાડી મારા અંતરાત્માને સન્માર્ગ દર્શાવ્યું છે. આજે મારા જીવનને આધ્યાત્મિક ઉદય થયે છે. હું સર્વ કર્મમાંથી નિવૃત્ત થઈ હવે આપના ઉપદેશ પ્રમાણે સંયમમાર્ગને સાધવા તત્પર થઈશ. આજે આપે આ અજ્ઞાન તપના મલિન માર્ગમાંથી મારો ઉદ્ધાર કર્યો છે.” * આ પ્રમાણે કહી તે તાપસે તે મહામુનિના ચરણમાં વંદના કરી અને પછી તેણે અંજળિ જોડી કહ્યું, “મહાનુભાવ, કૃપા કરી મને સંયમની દીક્ષા આપ.”
મહામુનિએ કહ્યું, “ભદ્ર, આ વખતે તને સંયમ આવે ગ્ય નથી. કારણકે, સંયમને બાંધી રાખવાનું તારી પાસે કોઈપણ સાધન નથી. જ્યાં સુધી તને એ સાધન પ્રાપ્ત થશે નહીં ત્યાં સુધી તેને સંયમ આપ યોગ્ય નથી.
તાપસે પ્રશ્ન કર્યો–મહારાજ, વળી શું યમ બધાને હશે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com