________________
વિદ્યા. એ
ર૮૧ ગુરૂના આ વચન સાંભળી ગૃહસ્થ શિષ્ય બે –“ભગવન, આપે આપેલ દષ્ટાંત પૂર્વક ઉપદેશ અમારા શુભ પરિણામમાં પુષ્ટિરૂ૫ થઈ પડે છે. અને વિદ્યાતત્ત્વનું શુદ્ધસ્વરૂપ અમારા હૃદયમાં પ્રકાશિત થયું છે.
હે ગુરૂવર્ય, આપને ઉપદેશ સાંભળતાં મારા મનમાં એક શં. કા ઉત્પન્ન થઈ છે, જે આપની ઈચ્છા હોય તે નિવેદન કરૂં.
ગુરૂ–“ભદ્ર, ખુશીથી નિવેદન કર. તારી શંકા દૂર કરવાની મારી ઈચ્છા છે.”
શિષ્ય—મહાનુભાવ, આપે જે પવિત્રતા વિષે જે બ્રાહ્મણનું દષ્ટાંત આપ્યું, તે સાંભળી મને આ પ્રશ્ન ઉત્પન્ન થયેલું છે, જ્યારે આ દેહ અપવિત્ર છે, તે પછી તેના સંસર્ગવાળો આત્મા પણ અપવિત્ર છે. તેવા અપવિત્ર અંતરાત્માની શુદ્ધિ શી રીતે થાય? તે મને ને કૃપા કરી જણાવે, જેમ જળ વિગેરેથી દેહની બાહ્યશુદ્ધિ થઈ શકે છે, તેમ અંતરાત્માની અંતર શુદ્ધિ પણ થવી જોઈએ, તે કેવી રીતે થઈ શકે? તે પ્રકાર જાણવાની મારી ઈચ્છા છે,
ગૃહસ્થ શિષ્યને આ પ્રશ્ન સાંભળી ગુરૂ આનંદપૂર્વક બેલ્યાભદ્ર, શરીરની સાથે સંબંધ ધરાવનારે અંતરાત્મા શરીરના બાહામલથી અપવિત્ર થતું નથી. પણ અંતરના મળથી અપવિત્ર થાય છે તે અંતરાત્મા એ નિર્મળ થાય છે કે, તેની નિર્મળતા કદિપણુ નાશ પામતી નથી.
શિષ્ય–ભગવન એ અંતરાત્મા કેવીરીતે નિર્મળ થતું હશે, તે મને કૃપા કરીને કહે.
ગુરૂહે શિષ્ય, તે એક એક કુંડમાં સ્નાન કરે છે, અને તેથી તે પિતાના મળને દૂર કરી પવિત્ર થાય છે. - શિષ્ય-મહારાજ, આ આપનું કથન મને શંકાના જાળમાં વિશેષ ફેંકે છે, કારણ કે, અંતરાત્મા કે જે ભાવવસ્તુની સાથે સંબંધ ધરાવે છે, તેને દ્રવ્ય વસ્તુ રૂપ કુંડને અને તેમાં ન્હાવાને સંબ. ધ શીરીતે ઘટે ? એ વાત મારા હૃદયમાં ઉતરની નથી.
ગુરૂ-- સ્મિતહાસ્ય કરતાં બેલ્યા--“ભદ્ર, એ વાતમાં કોઈ આશ્ચર્ય પામવા જેવું નથી જ્યારે તારા સમજવામાં આવશે એટલે તે વાતમાં તને આશ્ચર્ય થશે નહિ તે વાતનું સ્પષ્ટીકરણ કરવાને ફ Sh.K.-3}
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com