________________
ભાવના ગુરૂનાં આવાં વચન સાંભળી તે ગૃહસ્થ શિષ્ય હૃદયમાં પ્રસન્ન થઈ ગયે. તે ઉંચે સ્વરે ગુરૂની સ્તુતિ કરી તેમને વંદના કરવા લાગ્યું. પછી તેણે અંજલી જેડી કહ્યું, “ભગવન્! એ વિષે હજુ વિશેષ ઉપદેશ આપવાની કૃપા કરે. આપની વાણુરૂપ સુધાથી મને તૃપ્તિ થતી નથી. ગુરૂ બેલ્યા–હે વિનીત શિષ્ય, આ જગમાં જે જે સચેત તથા અચેત પદાર્થો રહેલા છે, તે આત્માથી ભિન્ન છે. તેવા આત્માથી ભિન્ન પદાર્થોની જે ઈચ્છા કરવી, તે મહાદુઃખ છે કા રણકે, ઘણા લાંબા કાળ સુધી ભેગવાય એવા નરકાદિ દુઃખનું કારણ તે ઈચ્છા છે. અને જે સર્વ વસ્તુને વિષે નિઃસ્મહતાને ધારણ કરે છે, તે પરમસુખને પ્રાપ્ત કરે છે, જે સર્વ અનાગતકાળમાં ભગવાય એવું સાદિ અનંતસુખનું કારણ છે. ” ગુરૂનાં આ વચન સાંભળી તે ગૃહસ્થશિષ્ય અત્યંત ખુશી થયે, અને તેણે હૃદયથી ગુરૂને આભાર માન્ય, તેના હદયમાં રહેલી ગુરૂભક્તિમાં વિશેષ વૃદ્ધિ થઈ.
વયશ્ચત્વારિંશ બિંદુ–ભાવના.
"भावनीया भाववद्भिर्भविना भवसाधनी"॥ અથ–“ભાવવાળા પુરૂષોએ આ સંસારમાં સાધનરૂપ એવી ભાવના ભાવવી.”
ગ્રહસ્થ શિષ્ય–ભગવન, આ સંસારમાં અનેક જાતની મુશ્કેલીઓ આવ્યા કરે છે. જે મુશ્કેલીઓ પસાર કરવી ઘણી અને શક્ય થઈ પડે છે. તે વખતે શું કરવું જોઈએ ? એ આપ સમજાવે. કેટલીએક મુશ્કેલીઓ ગૃહસ્થને સંસારને લઈને જેમ આવી પડે છે, તેમ અનગાર સાધુઓને પણ તેના મહાવ્રતને લઈને આવી પડે છે. તેથી ગ્રહસ્થ અને સાધુ બંનેને તે મુશ્કેલીઓમાંથી પ્રસાર થવાને ઉતમ ઉપાય બતાવે. આપ મહાનુભાવના હદયમાં એવા અનેક ઉપાયે બુદ્ધિથી સિદ્ધ થયેલા હશે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com