________________
જન શશિકાન્ત. ચંડ ચડીના રેષાગ્નિથી ભસ્મ થઈ આત્મઘાત કરી મૃત્યુને શરણ થયો હતો.
હે શિષ્ય, આ દષ્ટાંત ઉપરથી સમજવાનું છે કે, ચંડ ભારે કમી જીવ છે. તે ચંડીરૂપ સંસારની માયામાં મેહ પામીને રહે છે. તેને સંસારની માયામાં અનેક પ્રકારના દુઃખ પડે છે, તથાપિ તે તેને છોડી શકતા નથી. પિલી જે લક્ષમી છે, તે બોધિરત્ન છે. તે મેળવવાથી અનેક પ્રકારે સુખી થવાય છે. ચંડરૂપ જીવ તે લક્ષમીરૂપ બધિરનને ઉત્તમ વસ્તુ તરીકે જાણતું હતું. તેને પ્રસંગ થતું, ત્યારે તેને ક્ષણવાર આનંદ થતો, તથાપિ ચંડીરૂપ સંસારની માયામાં તે પાછા સપડાઈ જતું હતું. જ્યારે તે સંસારની માયામાં અનેક પ્રકારનાં દુઃખ જેતે, ત્યારે તે તેનાથી કંટાળીને બધિરત્ન લેવા આવતે, પણ એ દુર્લભ બોધિરત્ન સદાને માટે તેનાથી પ્રાપ્ત કરી શકાતું ન હતું.
હે શિષ્ય, આ સંસારની માયા એવી દુઃખદાયક છે કે, જેના પ્રસંગથી કઈવાર જીવ મુંઝાઈ જાય છે, અને તેમાંથી છુટવાની ઈ
છા કર્યા કરે છે. પણ મેહકમને વશ થઈને જીવ તેમાંથી છુટી શકતે નથી. જેમ ચંડક્ષત્રિય સમજતો હતો કે, આ લક્ષ્મી સ્ત્રી ઉત્તમ છે અને આ ચંડી નામની સ્ત્રી નઠારી છે, તથાપિ તે હવશ થઈને ચંડીના સહવાસમાં આવી પડતું હતું. તેમ જીવ સમજતે હોય , બધિરત્ન-(બે) ઉત્તમ છે, તેના પ્રસંગમાં રહેવાથી એટલે તે પ્રાપ્ત કરવાથી સુખી થવાય છે, તથાપિ સંસારની માયાના મેહને લઈને તે જીવ બધિરત્નને પ્રાપ્ત કરી શકતું નથી. તેથી દરેક ભવિ. પ્રાણીએ આ સંસારની માયા દુઃખદાયક જાણી બધિરત્ન પ્રાપ્ત કરવાને માટે પ્રયત્ન કરે જઈએ. બધિરત્નને વેગ છતાં જે તેને ગ્રહણ કરવામાં ન આવે તે, લક્ષમી જેવી સુંદર સ્ત્રીને વેગ છતાં ચંડીના સહવાસમાં રહેનારા ચંડ ક્ષત્રિયની જેમ આખરે અધમ સ્થિતિ ભેગવવી પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com