________________
નિઃસ્પૃહતા,
૨૫૧ યતિ, તમારા ધર્મમાં સાધુઓ લીલેરીને અડતા નથી, એ વાત ખરી છે?” મુનિએ કહ્યું, “હા, એ સત્ય છે. જૈન મુનિઓ કદિ પણ લીલેરીને સ્પર્શ કરતા નથી. એક ચતુર અને મશ્કરે બ્રાહ્મણ બે -“ત્યારે મહારાજ, આ ગામમાં તે બધી વસ્તી લીલેતરી ઉપરજ જીવે છે. તે તમારે નિર્વાહ અહિં કેમ થશે ?” મુનિએ ઉત્સાહથી ઉત્તર આપ્યો—“બ્રાહ્મણે, અમારે કાંઈ નિર્વાહની સ્પહા નથી. જો અમને શુદ્ધ આહાર નહિ મળે તે અમે અનશન વ્રત લઈ તેને ત્યાગ કરીશું, પણ અમારા ધર્મને ત્યાગનહિ કરીએ.” આટલું કહી તે આનંદી મુનિએ હસતાં હસતાં ફરીથી કહ્યું, “ભાઈઓ, અમે અહિંસા ધર્મને માનનારા છીએ, અને લીલોતરીને સ્પર્શ નહિ કરનારા છીએ, તથાપિ અમે દાતરડાથી એક લતાને છેદીએ છીએ.” મુનિનાં આવાં વચન સાંભળી બધા બ્રાહ્મણ હસી પડ્યા, અને કહેવા લાગ્યા કે, “તમે ખરેખરા અહિંસક નથી.”
આ વખતે કેટલાએક શ્રાવકે ત્યાં હાજર હતા, તેઓ બેલી ઉઠ્યા કે, “ મહારાજ, જૈન સાધુ થઈને આ શું બોલે છે ? જૈન મુનિ કદિ પણ લીલોતરીને સ્પર્શ કરતા નથી, તે તે લતાને કેમ છે? તેમ વળી દાતરડાતુ હથીયાર પાસે કેમ રાખે ? મહારાજ, આપ ખરેખરા જૈન મુનિ કહેવાતા નથી. આ બ્રાહ્મણ લે કે તમારાં આવાં વચન સાંભળી આપણું જૈન ધર્મની નિંદા કરશે. આપ તે કાલે ઉઠીને ચાલ્યા જશે, પણ પાછળથી આ મિથ્યાત્વી બ્રાહ્મણે અમને સદા પજવશે."
શ્રાવકનાં આવાં વચન સાંભળી મુનિ આનંદવિજયે વિચાર કર્યો કે, “આ બીચારા અજ્ઞાની લેકે મારા શબ્દને સાચા માની લેશે અને તેથી ધર્મની હીલણ થશે, માટે યથાર્થ કહેવાની જરૂર છે.” આવું વિચારી મુનિ આનંદવિજય બેલ્યા–હે બ્રાહ્મણે એ જગતમાં એક એવી ઝેરી લતા ઉત્પન્ન થાય છે કે, તેના કામો સ્વાદ લેવાથી માણસને, મુખ શેષાય છે, મૂછ આવે છે અને દામ પ્રગટ થાય છે. એ લતાને દરેક પ્રાજ્ઞ મનુષ્ય છેદન કરવી જોઈએ. લતાને છેદન કરવામાં કઈ જાતનું પાપ લાગતું નથી, અને તેનું છેદન કરવાને દાતરડું રાખવામાં પણ પાપ નથી. આ વખતે એક બ્રાહ્મણ બેલી ઉ –“જૈનમુનિ, ગમે તેવી ઝેરી લતા હોય, પણ તમારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com