________________
૨૫s
જૈન શશિકાન્ત.
વને લાભ શિવાય બીજી કાંઈ છે જ નહીં. ઉત્તમ જ્ઞાની મુનિ આત્માનું જે સહજ જ્ઞાનાદિ ઐશ્વર્ય છે, તેને પ્રાપ્ત કરવાને સદા પ્રવર્તે છે, એનું નામ જ સ્વભાવને લાભ છે. તે સિવાયના જે અનાત્મીય ભાવ છે, તે ઉપર તે નિઃસ્પૃહ રહે છે. જે અનાત્મીય ભાવની પૃહા રાખતે નથી, તેજ ખરેખર નિઃસ્પૃહ મુનિ ગણાય છે. અનંત જ્ઞાનના પાત્ર બનેલા મુનિએ આ જગતને તૃણવત્ ગણે છે. જગતની સર્વ પ્રકારની વિભૂતિઓનું તેને કોઈ પ્રયેાજન નથી. કારણકે, જ્ઞાનના આ નંદે કરી તેની સર્વ ઈચ્છાઓ પૂર્ણ થયેલી છે. જ્ઞાનના અનુપમ આનંદને અનુભવનારે ઉત્તમ મુનિ સ્પૃહાની દરકાર કરતા નથી. તે ઉપર એક રમુજી દષ્ટાંત કહેવાય છે.
દક્ષિણ દેશમાં એક આનંદવિજય નામે વિદ્વાન મુનિ વિચરતા હતા. તેઓ સર્વદા આનંદી હેવાથી તેમનું આનંદવિજય નામ સાર્થક થતું હતું. એક વખતે તેઓ કોઈ સારા શહેરમાં જઈ ચડયા. તેમની સાથે ચેડાએક શિષ્યોને પરિવાર હતે. તે શહેરમાં જૈન વસ્તી ઘણું શેડી હતી. વિશેષભાગ બ્રાહ્મણ વસ્તીને હતે. જૈનમુનિઓને નગરમાં આવેલા જાણે કેટલાક વિદ્વાન બ્રાહ્મણે તેમનું ઉપહાસ્ય કરવા આવ્યા. તેમાંથી એક વાચાળ બ્રાહ્મણ બલી ઉઠયે, “સાધુજી, તમારે ધર્મ કે છે?” આનંદવિજય પ્રસન્ન થઈને બોલ્યા
ભાઈ, અમારે ધર્મ શ્રેષ્ઠ છે.” બ્રાહ્મણે ઉપહાસ્યથી કહ્યું, “તમારે ધર્મ શ્રેષ્ઠ છે, એ શા ઉપરથી જાણવું?” મુનિએ કહ્યું, “આચરવા તથા પાળવા ઉપરથી અમારા ધર્મની શ્રેષ્ઠતા જણાઈ આવે છે.” આચરવામાં તથા પાળવામાં તમારા ધર્મની શ્રેષ્ઠતા શી રીતે છે? બ્રાહ્મણે મંદ મંદ હસતાં હસતાં પુછ્યું. “તે અનુભવ કર્યા વિના જાણી શકાય તેમ નથી.” જૈનમુનિએ ગંભીરતાથી ઉત્તર આપે. બાહ્મણે ઉંચેથી કહ્યું, “મહારાજ, તમારા મલિન ધર્મને અનુભવ કરવાને કણ આવે?” મુનિએ કે નહીં લાવતાં શાંતિથી કહ્યું, “ જ્યારે અનુભવ કરે એટલે કે ધર્મ મલિન છે, “અને કયે ધર્મ ઉજવલ છે?તે જણાશે.”
તે વખતે એક બીજે બ્રાહ્મણ –“સાધુ, અમારા માંભળવામાં આવ્યું છે કે, તમારે અહિંસા ધર્મ છે, એ વાત સાચી છે?” મુનિએ ઉત્તર આપ્ય–“હા, એ વાત સત્ય છે. અમારે અહિંસા ધર્મ કહેવાય છે. બીજો એક ઉછુંખલ બ્રાહ્મણ બે – જૈન .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com