________________
તમિ.
૨૩૭
તેને આમંત્રણ વગર ભોજન કરવા જતા અને બીજા બ્રાહ્મણની સાથે છૂપી રીતે પંક્તિમાં બેશી જતું હતું. વારાણસી તીર્થનું સ્થળ છેવાથી ઘણું વિદેશી મિથ્યાવીઓ ત્યાં તીર્થયાત્રા કરવાને આવતા, અને બ્રહ્મભેજમાં પુણ્ય માની અનેક બ્રાહ્મણોને જમાડતા હતા. તેથી મધુરશમને હમેશાં નવનવા ભજનને લાભ મળતું હતું.
તે બુભુક્ષિત મધુરશર્માને પાવતી નામે એક સ્ત્રી હતી. તે બ્રાહ્મણેને આચારમાં પ્રવીણ અને તે પ્રમાણે વર્તનારી હતી. તેથી પિતાને પતિ જ્યાં ત્યાં આમંત્રણ વગર જમવા જાય, તે તેણીને રૂ ચિકર ન હતું. તે હંમેશાં પિતાના પતિને પ્રાર્થના કરી સમજાવતી, પણ તે ભિક્ષુક બ્રાહ્મણ સમજતો નહીં. - એક વખતે વારાણસીના બ્રાહ્મણોને માટે સમાજ એકઠે થ. છે. અને તેમાં એ મધુરશમાં બ્રાહ્મણની ચર્ચા ચાલી. તેમાંથી એક જણે જણાવ્યું કે, “આમંત્રણ વગર ભજન કરવા જનારે મધુરશમાં આપણી તમામ બ્રાહ્મણ કેમની નિંદા કરાવે છે. પરદેશી યજ. માને તેનું આચરણ જોઈ એમ કહે છે કે, વારાણસી તીર્થના બ્રાહ્મણે બુભુક્ષિત અને ભ્રષ્ટાચાર છે; તેથી આપણે મધુરશર્માને આપણી જ્ઞાતિ બહાર મૂક જોઈએ.” તે બ્રાહ્મણનાં આવાં વચન સાંભળી સર્વ બ્રહ્મસમાજે તેના વિચારને અનમેદન આપ્યું. અને પછી તેમણે મધુરશર્માને બોલાવી જણાવ્યું કે, “આજથી તને વારાણસીને બ્રાહ્મણની જ્ઞાતિથી બહાર મૂકવામાં આવે છે. કેઈપણ બ્રાહ્મણ તારે સંસર્ગ કરશે નહીં.” આ પ્રમાણે મધુરશર્માને જ્ઞાતિને તિરસ્કાર થે, તે પણ તેણે પિતાની કુટેવ છેડી નડિ. જ્યાં બ્રહ્મભેજ થતું હોય, ત્યાં તે આમંત્રણ વગર જ અને દૂર બેસીને જમતો હતે.
" તેની સ્ત્રી પાર્વતીના જાણવામાં આ વાત આવવાથી તેણીએ પિતાના પતિને કહ્યું, “સ્વામી, તમને જ્ઞાતિને મહાન તિરસ્કાર થયે, તો પણ તમે તમારી કુટેવ છોડતા નથી, એ ઘણી દીલગીરીની વાત કહેવાય. આ તમારી રસના ઇંદ્રિયની લોલુપતા તમને બ્રાહ્મણ ધર્મથી ભ્રષ્ટ કરશે, અને તમારો કેઈપણ સંબંધ રાખશે નહીં.” સ્ત્રીનાં આ વચનેએ પણ તેના લુબ્ધ હૃદયમાં જરા પણ અસર કરી નહીં. તે તે હમેશાં તે પ્રમાણે પ્રવર્તન કરવા લાગે.
એક વખતે વારાણસીના રાજાએ પિતાના કેઈ માંગલિક પ્રસંગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com