________________
૨૩૬
જૈન શશિકાન્ત. તૃતિને ઉપચાર ઘટતું નથી. કારણ કે, તે સમજે છે કે, આત્મધર્મ અને પુદગલ ધર્મ જુદાજુદા છે, તેથી વિધર્મમાં તૃપ્તિનું સુખ માનવું, એ બુદ્ધિનો વિપર્યાસ છે.” મુનિનાં આવાં બોધક વચને સાંભળી તે ગૃહસ્થ પ્રતિબુદ્ધ થઈ ગયે, અને તેણે ત્યારથી પિતાના આહારમાં પણ કેટલેએક નિયમ ગ્રહણ કર્યો હતે. - હે ચિત્રચંદ્ર, તેથી તમારે પણ એ બે ગ્રહણ કરે છે, જેથી તમારી ષટ્રસ ભેજન ઉપરની આસકિત ઓછી થઈ જશે. જે લેકે સર્વ પ્રધાન, નિર્વિકાર, અનંત વિજ્ઞાનઘન શુદ્ધ ચૈતન્યને વિષે રહેલી તૃપ્તિને જાણતા નથી, તે લોકે મધુર, ધૃત, શાક અને ગોરસની તૃપ્તિને માને છે. પણ જેઓને એ પરમતૃપ્તિને અનુભવ છે, તેઓ કદિપણ એ ક્ષણિક તૃપ્તિને માન આપતા નથી. - હે શ્રાવક, વળી પુગલની તૃપ્તિ અને આત્મસ્વરૂપના જ્ઞાનની તૃપ્તિના ફળમાં ઘણે તફાવત છે. જે જીવ પુગળથી તૃપ્તિ માની તૃપ્ત થાય છે, તે જીવને વિષયની ઉર્મિરૂપ વિષના ઉદ્ગાર આવે છે, અને જ્ઞાનથી તૃપ્ત થયેલા જીવને શુભ ધ્યાન–શુભ વિચારરૂપી અમૃતના ઉદ્ગાર આવે છે. વળી ખરી રીતે જોતાં પુગલની તૃપ્તિ પૂર્ણ તાને પામતી નથી. શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શરૂપ પગલે કરી પરણિત થયેલા તેથી તૃપ્ત થતા નથી. તેઓ ભેગમાં સદા તૃષ્ણા તુ૨ રહે છે, તેને શબ્દાદિ વિષયભેગની ઉર્મિઓ સદા ઉઠયા કરે છે, તેનું ફળ છેવટે દુઃખમય દુર્ગતિ પ્રાપ્ત થાય છે. પણ જેઓ જ્ઞાનથી એટલે યથાર્થ સ્વરૂપના બેધથી તૃપ્ત થયેલા છે, તેને ધર્મ, શુભધ્યાન રૂપ અમૃતના ઉદ્ગાર આવે છે, અને તેનું ફળ ગતિ પ્રાપ્ત થાય છે.
હે ચિત્રચંદ્ર, આ વિષે તું પૂર્ણ વિચાર કરીશ, એટલે તારા હુંદયમાં તને તૃપ્તિના યથાર્થ સ્વરૂપનું ભાન થઈ આવશે. તે વિષે એક બીજું દષ્ટાંત સાંભળવા જેવું અને મનન કરવા જેવું છે, તે તું સાવધાન થઈને સાંભળ– - વારાણસી નગરીમાં તારા જેવી પ્રકૃતિવાળે મધુરશર્મા નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે ભિક્ષુકવૃત્તિથી પિતાને નિર્વાહ ચલાવતા હતો. તેના ઘરની સ્થિતિ ગરીબ હતી; તે હમેશાં ભિક્ષા માગવા જતે; તે પ્રસંગે જો કેઈ સ્થળે બ્રહ્મભેજ થતું હોય, તો તે સ્થળે જમવાને બેશી જતે હતે. પરાજ ઉપર તેની ઘણું પ્રીતિ હતી. કઈ કઈ વાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com