________________
૨૦૯
વશ્ય જાણવા જેવું છે, જે મહાત્માએ તને ત્યાગનું' સ્વરૂપ બતાવ્યુ, તે યથા સ્વરૂપ નથી. જ્યારે ત્યાગનું ખરૂં સ્વરૂપ તારા જાણવામાં આવશે, ત્યારે તને ખાત્રી થશે કે, ત્યાગનું ખરું સ્વરૂપ આવું છે, અને આવા ત્યાગવાળા જે હાય, તેજ ખરેખરા ત્યાગી કહેવાય છે.
ત્યાગ.
(6
આ પ્રમાણે તે ગૃહસ્થ શિષ્યને કહી તેણે પોતાના દીક્ષિત શિષ્યને કહ્યું, ભદ્ર, આ ત્યાગનું સ્વરૂપ તારે પણ જાણવા જેવુ છે; તેથી તું સાવધાન થઇને સાંભળજે—આ સંસારમાં મનુષ્યને માતા,. પિતા, સ્ત્રી, પુત્ર વગેરે કુટુંબ બંધનરૂપ છે. મેહના પ્રબળ વેગથી પ્રાણી એ મહામ ધનમાં પડે છે. એવા અધનથી મુક્ત થવુ અને તે સાથે પેાતાના મનને મુક્ત કરવુ, તે ખરેખરા ત્યાગ કહેવાય છે. ત્યાગનો અર્થ ત્યજવું થાય છે. એટલે હૃદયમાંથી સર્વ પ્રકારની ઇચ્છાઓના ત્યાગ કરવા. તેજ ખરેખરે ત્યાગ કહેવાય છે. તે વિષે એક તત્ત્વજ્ઞાની કુટુંબ ચેાગીનું એક દૃષ્ટાંત સાંભળવા જેવું છે.
હિરણ્યપુર નગરમાં સુભાનુ નામે વણિક ગૃહસ્થ રહેતા હતા. તેને સુમતિ નામે ઓ હતી, અને લલિત નામે પુત્ર હતા. સુભાનુ સતેાષી અને સુખી હતા. તેને વૃદ્ધ વયમાં લલિતના જન્મ થયા હતા, જ્યારે લલિતના જન્મ થયે, ત્યારે સુભાનુને હુષને ખલે વધારે ચિંતા થવા લાગી. તે અહર્નિશ ચિંતામાંજ રહેવા લાગ્યા. એક વખતે તેની સ્રી સુમતિ પોતાના બાળપુત્ર લલિતને લઇ પતિની પાસે હુ કરતી આવી. લલિતને તેના પિતા સુભાનુના ઉત્સ’ગમાં બેસાડવા માંડયા, ત્યારે સુભાનુએ કહ્યું, “ પ્રિયા, આ પુત્રને જોઇ મને શેક થયા કરે છે, માટે તું એને મારી પાસે લાવીશ નહિ. સુમતિ આશ્ચર્ય પામીને લી—-“ સ્વામિનાથ, આ શું બેલે છે ? પુત્રને જોઇ ને બદલે શેક કરનારા તમારા જેવા પિતા આ જગમાં કાઇ નહિ હોય. આ લલિતનુ મુખ તમે વૃદ્ધાવસ્થામાં જોયું છે. આટલે વર્ષે તમારા ઉત્સંગમાં પુત્ર રમે, એ તમારાં કેવાં મેટાં ભાગ્ય? વૃદ્ધવયમાં પુત્રના મુખને જોનારા પિતાએ પૂર્ણ ભાગ્યવાન ગણાય છે.’ સુભાનુએ સખેદ થઇ કહ્યુ, “ પ્રિયા, જે વિચારથી હુ' આ પુત્રને જોઈ શેક કરૂં છુ, તે વિચાર જો તારી આગળ જણાવું, તે તું પણ મારી જેમ શાકાતુર થઇ જાય; તેથી તેનું કારણ તારી સમક્ષ કહેવાની મારી ઇચ્છા નથી. ” સુમતિએ આગ્રહથી કહ્યું, પ્રાણનાથ,તમને પુત્રને
. Sh. K.-૨૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com