________________
૨૦૮
જૈન શશિકાન્ત.
હું તેમની નજીક આવી ઉભે રહ્યા. તે વખતે કાષાય વસ્ત્રને ધારણુ કરનાર કેઇ મહાત્માએ મને આક્ષેપ કરીને કહ્યું “તું કાણુ છે ? અને અહિં કેમ આવ્યે છે? અમારા ત્યાગીએની પાસે તારા જેવા ગૃહસ્થને આવનાની જરૂર નથી. માટે અહુિથી ચાલ્યા જા. ’” તેનાં આવાં આક્ષેપ વચન સાંભળી મેં નમ્રતાથી કહ્યું “મહારાજ, આપની વાતા સાંભળવામાં મને આનંદ આવે છે, માટે આપ કૃપા કરી મને અહીં રહેવા ઘા. હું આપના માટેા ઉપકાર માનીશ’ મહાત્માએ જરા ક્રેધ લાવીને કહ્યું-અરે મૂર્ખ ! અમારી ત્યાગીઓની વાતેામાં તું શું સસરે ? જ્યાં ત્યાગી હાય, ત્યાં સંસારીને રહેવાના ધર્મ નથી” તેનાં આ વચના સાંભળી મેં નમ્રતાથી કહ્યું, “મહાત્મા, તમે શા ઉપરથી ત્યાગી કહેવા છે? ત્યાગી કેવા હેાવા જોઇએ ? અને ત્યાગીનાં લક્ષણ કેવાં હાય ? તે મને કૃપા કરી સમજાવે,
મહાત્માએ ઉંચે સ્વરે કહ્યું, અરે મૂર્ખ, હજી અમારા ત્યાગીની સાથે વાતચિત કરવાને લાયક નથી, તેા પછી ત્યાગીનાં લક્ષણ જાણુ વાને કયાંથી લાયક થા ? તથાપિ તારા મનને શાંતિ આપવાને સક્ષેપમાં કહુંછું, તે સાંભળ—જે આ સસારનો ત્યાગ કરે, તે ત્યાગી કહેવાય છે. ત્યાગી હમેશાં સ'સારના ભાવેથી રહિત હાય. તેને ઘર, સ્ત્રી, પુત્ર કે ખીજું કાંઇ હાય નહિ. તે કષાય વસ્ત્ર પેહેરી સ્વેચ્છાથી અન્ન પાણી લઇ જગમાં ફર્યા કરે છે. આવા ત્યાગીએ આ જગમાં પેાતાના જીવનને પરમાત્મિક સુખના અધિકારી બનાવી છેવટે ઉત્તમપદને પ્રાપ્ત થાય છે. કાઇ પણ સંસારી જીવ એવા ત્યાગના અધિકારી થઇ શકતા નથી. જ્યારે તે આ સ`સારના માયિક અને માહક પદાર્થોને ત્યાગ કરી અમારા જેવેશ વેષ પેહેરી સ્વેચ્છાએ વિચર્યા કરે, ત્યારેજ તે ત્યાગીની પવિત્ર પઢવીને લાયક થાય છે.”
આ પ્રમાણે કહી તે મહાત્માએ મને ત્યાંથી સત્વર ચાલ્યા જવાને કહ્યું, પછી હું તેમની આજ્ઞાને માન આપી ત્યાંથી ચાલ્યા ગયા હતા. હે ગુરૂવ`, તે વાત મને અત્યારે યાદ આવી છે. તેથી ત્યાગ એટલે શું? અને ત્યાગી પુરૂષ કેવા હોય ? તે વિષે મને સ્પષ્ટ કરી સમજાવે.
ગૃહસ્થ શિષ્યનાં આવાં વચન સાંભળી ગુરૂ હૃદયમાં આનંદ પામતા ખેલ્યા “વત્સ, તારા પ્રશ્ન યથાર્થ છે, ત્યાગનું ખરૂં સ્વરૂપ અ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com