________________
૧૯૮
જૈન શશિકાન્ત.
કરીશ નહિ. જો હું આ પ્રમાણે વર્તુ, તે પછી હું કદિપણ દુઃખી થઈશ નહીં.” તે ગૃહસ્થની આવી વાણું સાંભળી મહાત્મા બોલ્યાભદ્ર, હજુ તું અજ્ઞાત છે. કુસંગ તથા કુસંગી વિષે તારા સમજવામાં આવ્યું નથી. તું એમ સમજે છે કે, હું કોઈપણ કુસંગ તથા કુ. સંગીને સંગ કરીશ નહિ, એટલે હું સુખી રહીશ. પણ એ તારી સમજણ સ્થૂલ છે, સૂક્ષ્મ નથી. કારણકે, કુસંગ અને કુસંગી તારા પિતાનામાં જ રહેલ છે. જે ઇંદ્રિયે છે, તે કુસંગ છે, અને તેના કુસંગથી કુસંગી થનારું તે મન છે. ઇંદ્રિયે જ્યારે વિષયમાં લપટાય છે, ત્યારે તે કુસંગ રૂપ થાય છે, અને પછી તેમના સંગથી મન કુસંગી બને છે. કુસંગી થયેલું મન આત્માને સુખમાંથી છૂટો પાડી દુઃખમાં ના
ખે છે, અને છેવટે આત્માને વિનાશ પણ કરે છે. જેને માટે પાંચ ઈ. દ્રિના પાંચ દષ્ટાંતે પ્રખ્યાત છે. પતંગીયે ચક્ષુદ્રિયથી પાયમાલ થાય છે. ભ્રમર ઘાણે દ્રિયને ભેગા થઈ પડે છે. મત્સ્ય રસના ઇંદ્રિયથી મૃત્યુને વશ થાય છે. હાથી સ્પર્શ ઈદ્રિયથી હેરાન થાય છે, અને હરિણ શ્રવણેદ્રિયથી મહા હાનિને પ્રાપ્ત કરે છે. તેથી ઇંદ્રયના કુસંગથી કુસંગી થયેલું મન આત્માને અતિ કષ્ટરૂપ થાય છે. હે ભદ્ર, આ વાત ધ્યાનમાં રાખી તું પ્રવૃત્તિ કરજે, એટલે તને કદિપણ દુઃખ પ્રાપ્ત થશે નહિ. જે તે પ્રમાદને વશ થઈ તારા મનને કુસંગી બનાવીશ, તે પછી તું જે સર્વ રીતે સુખી કહેવાય છે, તે અતિશય દુઃખી થઈશ.” - મહાત્માનાં આ વચન સાંભળી તે ગૃહસ્થ હૃદયમાં જરા ગર્વ લાવી બોલ્ય–“ભગવન, આપ મને દ્રવ્યથી સુખી કહે છે, પણ તે વાત મારા મનમાં આવતી નથી. હું જે દ્રવ્યથી સુખી છું, તે ભાવથી પણ સુખી છું. મને ખાત્રી છે કે, હું કદિપણ દુઃખી થવાને નથી. કારણકે, મારામાં જોઈએ તેવું મને બળ છે. તેમાં વળી આપે મને ચેતવણી આપી, તેથી મારા મનબળમાં વધારે થાય છે.”
તે ગૃહસ્થની આવી ગર્વ ભરેલી ગિરા સાંભળી તે મહાત્માએ વિચાર કર્યો કે, “આ ગૃહસ્થ સારે છે, તથાપિ તેના હૃદયમાં હજુ દુરાગ્રહને અંશ દેખાય છે, તેથી કોઈ પ્રસંગે તેને પ્રત્યક્ષ અનુભવ કરાવવાની જરૂર છે.” આ વિચાર કરી તે મહાત્મા તેને ધર્મની આશીષ આપી ત્યાંથી ચાલતા થયા, અને ચાલતી વખતે તેમણે તે ગૃહસ્થને કહ્યું કે, “તમે અભિમાન છોડી તમારા પ્રવર્તનમાં રહેજો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com