________________
શમ.
૧૮૯ આનદ સાંસારિક કે વ્યવહારિક નથી, પણ આધ્યાત્મિક આનંદ છે.
રાજા–હે ભગવન્, એ આધ્યાત્મિક આનંદ કે છે? અને તેને આ ચિત્રની સાથે શી રીતે સંબંધ છે? તે મને સારી રીતે સમજાવે. - મહાત્માએ આનંદપૂર્વક કહ્યું, રાજેદ્ર, આ ચિત્રકાર કે વૈરાગ્ય દશાને પામેલે દેખાય છે. તેણે આ ચિત્રની અંદર શ્રીયશેવિજયજી મહારાજની વાણીને આબેહૂબ ચિતાર ખડે કર્યો છે. રાજા, આ ચિત્ર કેણે રચેલું છે ? તે કહો.
રાજાએ કહ્યું, મહારાજ, આ ચિત્રને કર્તાને હું જાણતું નથી, કારણકે, તે મારા સ્વર્ગવાસી પિતાએ કરાવેલું છે. મારા સ્વર્ગવાસી પિતા હંમેશાં સત્સંગમાં રહેનારા હતા અને આહંત ધર્મના પરમ ઉપાસક હતા. તેઓએ અંતકાળે મને એવી સૂચના આપી હતી કે, વત્સ, જ્યારે તારી વય ગ્ય થાય, ત્યારે તું મારા રચાવેલાં કેટલાં એક ચિત્રનું અવલોકન કરજે અને તેને આશય કઈ મહાત્માની આગળથી જાણું લેજે. મહાશય, એ વાતને હું તદ્દન ભૂલી ગયે હવે, આજે આપના કહેવાથી મને તે વાત સ્મરણમાં આવી છે, મહાત્મા, હવે મને આ ચિત્રને ખરે આશય સમજાવે, રાજાનાં આવાં વચન સાંભળી તે મહાત્મા મુનિ બોલ્યા–હે રાજા, આ કુદ્રતને દર્શાવનારું ચિત્ર સુજ્ઞ આત્માને સારે બોધ આપે છે. જે આ નદી છે, તે દયા સમજવી તેની અંદર જે આ પૂર આવ્યું છે, તે શમ સમજવો. જે આ મેઘની વૃષ્ટિ છે, તે ધ્યાન સમજવું અને જે આ કાંઠા ઉપરના વૃક્ષે મૂળમાંથી ઉખેડાય છે, તે વિકાર સમજવા. એટલે દયાનરૂપી મે ઘની વૃષ્ટિથી દયારૂપ નદીમાં શમરૂપ પાણીનું પૂર આવવાથી વિકારરૂ પી તીરના વૃક્ષનું મૂળમાંથી ઉમૂલન થાય છે. અર્થાત્ શુભ ધ્યાન થી દયા તથા શમ વૃદ્ધિ પામે છે, અને તેથી કરીને વિકારે દૂર થઈ જાય છે.
હે રાજા, આ ચિત્રને દેખાવ મહાત્મા યશવિજયજી મહારાજની વાણીને અનુસરત છે. તે મહાત્માએ પોતાના જ્ઞાનમારમાં આવે. લા શમાષ્ટકમાં તેવાજ ભાવાર્થને કલેક લખેલે છે-જે મેં તમને સંભળાવ્યો હતો.
મહાત્માના મુખથી આ વચને સાંભળી તે આસ્તિક શાજા ખુશી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com