________________
શમ.
૧૮૭
હોય છે, તેમજ અનેક જાતના વિકારી પદાર્થો રાજભુવનમાં રહેલા હોય છે, તેથી અમારે મુનિઓને આપને ઘેર આવવું ઉચિત નથી. મુનિનાં આવાં વચન સાંભળી રાજાએ તેમને ઘણે આગ્રહ કર્યો, અને જણાવ્યું કે, આપ થોડીવાર પણ મારે ઘેર પધારી મારા ઘરને ૫વિત્ર કરે. રાજાને અતિ આગ્રહ જોઈ મુનિએ દાક્ષિણ્યતાને લઈને ક. હ્યું કે, આવતી કાલે હું તમારે ઘેર આવીશ, પણ ત્યાં ક્ષણવાર રહીશ. રાજાએ તે વાત માન્ય કરી અને પોતે હૃદયમાં ખુશી થત પિતાના દરબારમાં આવ્યું. - રાજાએ ઘેર આવી વિચાર કર્યો કે, “કાલે ગુરૂ આવવાના છે, તેથી રાજ મેહેલને ઘણે સુશોભિત કરે અને જાતજાતનાં ચિત્રો તેમાં ગઠવી તેને ઘણે મનહર બનાવશે કે જેથી ગુરૂ પ્રસન્ન થઈ આપણા મહેલમાં વાસ કરે.” આવું વિચારી રાજાએ પોતાના સેવકેને હુકમ કર્યો કે, આવતી કાલે મારા ગુરૂ રાજમેહેલમાં આવવાના છે, તેથી તમારે જાતજાતની રચનાથી રાજમહેલને શણગારે કે, જેથી ગુરૂ પ્રસન્ન થઈ આપણા રાજ મેહેલમાં લાંબો કાળ વાસ કરે.” રાજાની આજ્ઞાથી સેવકેએ તેમ કરવા માંડયું અને ક્ષણવારમાં મેહેલને ઈદ્રભુવનના જેવો બનાવી દીધું. - બીજે દિવસે પ્રાતઃકાળે રાજા નિત્યક્રિયા કરી ગુરૂને ઉપાશ્રય આવ્યું અને તેમને પિતાના રાજમહેલમાં આવવાને વિનંતિ કરી. ગુરૂ પિતે આપેલા વચન પ્રમાણે રાજમહેલમાં જવાને તૈયાર થયા. રાજા ગુરુની સાથે પગે ચાલી તેમને પિતાના મહેલમાં લાવ્યા. પુદગળના સ્વરૂપને જાણનારા ગુરૂ મહેલની શોભા જે કાંઈ પણ હર્ષ પામ્યા નહીં. તેઓ સમદષ્ટિએ ઈપથિકી પાળતા ચાલી મેહેલમાં આવ્યા, રાજાએ તેમને સિંહાસન ઉપર બેસવાને કહ્યું, તથાપિ ગુરૂ પિતાને તે કલ્પતું નથી, એમ કહી તે આસન ઉપર બેઠા નહિ. પછી રાજાએ પિતાની રાજયસમૃદ્ધિ ગુરૂને બતાવા માંડી. ગુરૂ સમદષ્ટિથી જોવા લાગ્યા, તેમણે કઈ જાતને મેહ ધારણ કર્યો નહિ. ક્ષણવારે રાજાએ ગુરૂને વિનંતિ કરી કે, ગુરૂ મહારાજ, આ મહેલમાં ગોઠવેલાં ચિત્ર જુ. તેઓમાં તમને ક્યું ચિત્ર મનહર લાગે છે? ગુરૂ હસતા હસતા બોપા–“રાજેદ્ર, એ બધાં ચિત્રે પુદ્ગલિક છે. તેમાં મને હરતા છે જ નહિ. કારણકે, પુદ્ગળના વિકારે ક્ષણિક છે. જે મને હરતા અત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com