________________
૧૪૬
જૈન શશિકાન્ત. ગુરૂ–હે જિજ્ઞાસુ શિષ્ય, તે ઉપર એક દષ્ટાંત છે. તે સાવધાન થઈને સાંભળ– - વસંતપુર નગરમાં ધર્મપાલ નામે એક કુટુંબી રહેતે હતું. તેને સદા નામે એક સ્ત્રી હતી. તેને ત્રણ ભાઈઓ એક બહેન, બે પુત્ર, અને એક પુત્રી હતી. ધર્મપાલને પિતા ઘણી મીલકત મૂકી ને મરી ગયું હતું. જ્યારે તે મૃત્યુ પામ્યા, ત્યારે બીજા ત્રણ પુત્ર નાની વયના હોવાથી તેના પિતાએ મરતી વખતે જયેષ્ઠ પુત્ર ધર્મ પાલને તે નાના પુત્રોને સેંપી તેમની ભલામણ કરી હતી. આથી તેઓ સગીર વયના થાય, ત્યાં સુધી તેઓ ધર્મપાલની સાથે રહેતા હતા. તે ત્રણે સગીર વયના થયા, તે પણ તેનામાં સર્વ પ્રકારની યોગ્યતા ન આવવાથી ધર્મપાલે તેમને વિવાહિત કર્યા ન હતા, તેમ તેઓને અવિભકત રાખ્યા હતા.
સગીર વયના થયેલા તે ત્રણ ભાઈઓ પોતાના જ્યેષ્ટ બંધુ ધર્મપાલને પોતાના પિતાના દ્રવ્યને ભાગ આપવાને કહેતા, તથાપિ ધર્મપાલ તેમને આપતો ન હતો.
ધર્મપાલને પિતા તે વસંતપુરના રાજ્યને એક અધિકારી હતે, અને તે અધિકારને લઈને તેણે સારી સંપત્તિ મેળવી હતી, જ્યારે તે મૃત્યુ પામ્યો, એટલે તેની કદર કરવાને વસંતપુરના રાજાએ ધર્મપાલને એક સારા અધિકાર ઉપર નીમ્યું હતું. આથી ધર્મપાલની આજીવિકા સારી રીતે ચાલતી હતી.
તરૂણ વયમાં આવેલા ધર્મપાલના ત્રણ ભાઈઓ સ્વતંત્ર થવાની ઈચ્છા કરવા લાગ્યા, અને તેને માટે એકત્ર થઈ જુદા જુદા વિચાર ક. રવા લાગ્યા.
એક વખતે ધર્મપાલ પિતાના અધિકારનું કામ કરી ઘેર આવ હતું, ત્યાં રસ્તામાં તે નગરને એક પ્રતિષ્ઠિત ગૃહસ્થ તેને સામો મળે. પ્રણામ કરી ધર્મપાલને આગ્રહ કરી પિતાને ઘેર લઈ ગયે. ત્યાં તેણે ધર્મપાલને બેસારી, જળપાન કરાવી, પાન સોપારી આપી. પછી તે ગૃહસ્થ વિનયથી પૂછ્યું કે, સાહેબ, આપને જે ખોટું ન લાગે, તે એક વાત કહેવાની છે. ધર્મ પાલે કહ્યું, જે સત્ય અને હિતકારી હાય, તે સાંભળી સારા માણસને ખોટું લાગતું નથી, માટે તમે ખુશીથી કહે. તે ગૃહસ્થ – ભદ્ર, તમે એક સારા અધિકારી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com