________________
૧૪૨
જૈન શશિકાન્ત.
બીજી રીસાય છે, અને ખીજીને મનાવું છું, ત્યાં ત્રીજી રીસાય છે, આથી મારા મનને ભારે કષ્ટ થાય છે. રાત્રે અંતઃપુરમાં જાઉ... ત્યાં તેમની લડાઇ શરૂ થાય છે, તે આખી રાત ચાલે છે, તેથી મને સુખે નિદ્રા આવતી નથી, તેમજ દિવસે પણ તેએની ફરિયાદો લઇ એક બીજીની દાસીએ મારી પાસે આવ્યાજ કરે છે, આથી મને રાજ્ય તથા રાજ્યવૈભવ ઉપરથી મેાટા કટાળે આવ્યે છે. આજે જ્યારે તેમના કંટાળાથી હું મુંઝાઇ ગયા, એટલે હું અહિં નાશી આવ્યે છુ, આ દુઃખને લઇને હું મારી પ્રજાને ન્યાય પણ આપી શકતા નથી. જો હું પાછો મારા રાજ્યમાં ન જાઉં, તા મારી પ્રજાના શા હાલ? તે કંઇ કહી શકાતું નથી. હું પરોપકારી પુરૂષ, તમે કૃપા કરી મારૂં આ દુઃખ દૂર કરે. હુ' તમારા માટેા ઉપકાર માનીશ.”
રાજાનાં આ વચન સાંભળી તે મુસાફરના હૃદયમાં ઘણી યા આવી ગઇ, તેના મનમાં થયું કે, ‘આ રાજાને દુઃખમાંથી મુક્ત કરવાથી ઘણા લેકાનું કલ્યાણ થશે.' આવું વિચારી તે મુસાફર આલ્યા“મહારાજ, ધીરજ રાખો. તમને આ દુ:ખમાંથી મુક્ત કરવાના એક ઉપાય મને સુઝી આવ્યે છે. સાંભળે-અહિંથી દશ યેાજન ઉપર એક નિયમસિંહ નામે રાજા છે, તેને અચલા નામે એક પુત્રી છે તે અચલા ઉત્તમ સ્ત્રીકેળવણી પામેલી એક રાજકન્યા છે. તે ગુણવતી બાળાને માટે તેને પિતા નિયમસિંડ કાઈ યેાગ્ય વરની શેાધ કરેછે. જો તમે રાજબાળાનું માગુ કરશે, તે તે અવશ્ય તમને તે રાજકન્યા આપશે. તે રાજકુમારી અચલા તમારા અંતઃપુરમાં આવવાથી તમે ઘણા સુખી થશે. તેણી પોતાની કેળવણીના પ્રભાવથી તમારી ત્રણ રાણીઓને સારા એધ આપી સુધરશે, અને તેથી તમે સર્વ રીતે સુખી થશે.”
તે મુસાફરનાં આવાં વચન સાંભળી સ્ત્રીના દુઃખથી કંટાળી ગયેલે રાજા ચંદ્રકેતુ ખેલ્યા-” ભદ્ર, તમે દીદી અને સનું હિત ઇચ્છનારા છે, તેથી તમારી સલાહસ રીતે માનનીય છે, તથાપિ જેમ દૂધથી દાઝેલા માણસ છાશને ફુંકીને પીવે છે, તેમ હું સ્ત્રી જાતિથી વધારે ખીઉં છું. કદિ અચલાકુમારી સદ્ગુણી હશે, પણ તે સ્ત્રીજાતિ હાવાથી મને દુઃખદાયક થઇ પડશે. અત્યારે મને ત્રણ સ્ત્રીએનું દુઃખ છે, તે હવે કદાચ ચાર સ્ત્રીએનું દુઃખ થઇ પડે, તે હું શું કરૂં? ભદ્ર, સ્ત્રીજાતિના ભય મને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com