________________
૧૩૪
જૈન શશિકાન્ત.
ચારિત્ર રત્નને લેવા પ્રયત્ન કરે છે. અર્થાત્ ચારિત્રધારી મુનિને પણ કમ તા લાગુ પડે છે. કર્મના ભયથી જ્યારે તે ચિંતાતુર રહેવા લાગ્યા, એટલે પાડોશી રૂપ ગુરૂ તે ચારિત્ર રત્નની રક્ષા કરવાને ઉપાય બતાવે છે. તે ઉપાયથી તે ગૃડસ્થે જે રત્નની આરાધના કરી અને તેમાંથી ખાર પુરૂષો પ્રગટ થયા, અનેતેમણે તેના રત્નની રક્ષા કરી. આ ઉપરથી એટલું સમજવાનું કે, ચારિધારી જીવે ચારિત્રની ઉપાસના કરવાથી જે ખાર પુરૂષા પ્રગટ કર્યાં, તે બાર પ્રકારના તપ સમજવાં, તે તપસ્યાના પ્રભાવથી તેના ચારિત્રરૂપી રત્નની સારી રીતે રક્ષા થઇ હતી, અને તેથી તે નિશ્ચિતપણે ચારિત્રના આરાધક થઇ સર્વ રીતે સુખી થયા હતા.
હું વિનીત શિષ્ય, આથી દરેક મુનિએ પોતાના ચારિત્ર રત્નની રક્ષા કરવાને માર પ્રકારનુ' તપ આચરવું જોઇએ, તપસ્યાના આચરણુથી ચારિત્રની રક્ષા થાય છે, અને તેથી તે ચારિત્રના ઉત્તમ આરાધક બની આ લેાક તથા પરલેાકમાં સુખી થાય છે. તે તપસ્યાને માટે પ'ડિતરત્ન વિનયવિજયજી પેાતાના શાંતસુધારસમાં નીચે પ્રમાણે ગાય છે—
“ જ્ઞાતિ તાળું ગમતિ પાપ, મયતિ માનસનુંશમ્ । हरति विमोहं दूरारोहं तप इति विगतासम् ॥ १ ॥
'
ઃ
તપ નિઃશંકપણે તાપને શમાવે છે, પાપને ગુમાવે છે, મન રૂપી હુંસને રમાડે છે. અને ગાઢ એવા મેહુને હરી લે છે.” હે શિષ્ય, આવી તપસ્યાને કયા પુરૂષ આચરે હું? તપસ્યા એ અદ્ભુત દિવ્ય વસ્તુ છે. ચારિત્રરૂપી લક્ષ્મીને વશ કરવાની તે મહાવિદ્યા છે. મેાક્ષરૂપી સુંદર મેહેલ ઉપર ચડવાની નીસરણી છે, મનવાંછિત અર્થ આપવાને ચિંતામણિ રત્નની યાતિ છે, કર્મરૂપી મહારાગની તે આધેિ છે, અને સમસ્ત સુખને અખૂટ ભંડાર છે.
જેમ પ્રચંડ પવનથી મેઘની ઘાટી પ`ક્તિ વિરામ પામી જાય છે. તેમ તપસ્યાથી પાપની ઘાટી પ`ક્તિ ક્ષણભ`ગુર થઇ જાય છે. આવા અને દર્શાવનારૂં નીચેનું ગીત શાંતસુધારસમાં ગવાય છે— “ याति घनापि घनाघन पटली, खरपवनेन विरामम् । नजति तथा तपसा दुरिताली, क्षणभंगुर परिणामम्" ॥ १ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com