________________
તપયા.
૧૩૩
આવ્યુ` કે, ‘તે ગૃહસ્થની પાસે એક કીંમતી રત્ન છે, ’ તેથી તેઓ તે રત્ન લઇ લેવાને પ્રયત્ન કરવા લાગ્યા. તેમને પ્રયત્ન કરતાં જાણી તે ગૃહસ્થ હૃદયમાં ભય પામ્યા, અને તે ઘણી સાવધાનીથી તે રત્નનું રક્ષણ કરવા લાગ્યા. એક વખતે તેણે પેલા પેાતાના ઉપકારી પાડાશીને પૂછ્યું કે, “તમારી સલાહથી મે' બધા દ્રવ્યને બદલે એકજ કીંમતી રત્ન લીધું છે, પણ હજી મને પેલા આ ચારેના ભય મટતા નથી; માટે હવે મારે શુ કરવું? તે ઉપાય કહે. તે ગૃહસ્થનાં આવાં વચને સાંભળી તે ઉપકારી પાડેશીએ કહ્યું, “હે ભદ્ર, ચિંતા કરીશ નહિ, તેના એક ઉપાય છે, તે સાંભળ. આ રત્ન દેવતાઈ છે. તેની આરાધના કરવાથી તેની રક્ષા કરનારા બાર પુરૂષ તેમાંથી પ્રગટ થશે, તે માર પુરૂષો તારા રત્નની સારી રીતે રક્ષા કરશે, એટલે તું પછી નિશ્ચિંત થઈ જઇશ.’ પાડોશીનાં આવાં વચને સાંભળીતે ગૃહસ્થે તે રત્નની સારી રીતે આરાધના કરવા માંડી. તે આરાધના કરવાથી ખાર પુરૂષો પ્રગટ થયા અને તેમણે પોતાના બળથી પેલા આઠ ચારાને દૂર કરી દીધા. એટલે તે ગૃહસ્થ નિશ્ચિંત થઇ સુખી થયા. અને છેવટે તેના જીવનની સ રીતે સાર્થકતા થઈ.
હું વિનીત શિષ્ય, આ દૃષ્ટાંત ઉપરથી જે ઉપનય છે, તે સાંભળ, જે ધનાઢ્ય ગૃહસ્થ તે આ સંસારી જીવ સમજવેા. તે સ’સારી જીવને પેાતાના આત્મા શિવાય ખીજુ કાઇ સહાયકારી નથી. જે સગા, સ્ને હીએ છે, તે બધા સ્વાથી એક છે. તેથી તેને કુટુંબ રહિત કહ્યા છે. આ ચાર લેકે જે તેના ઘરમાં ચારી કરવાને પેઠા, તે આઠ ક સમજવા. તે વખતે તે ગૃહસ્થ નિદ્રામાં હતા, તે પ્રમાદમાં હતા, એમ સમજવું. જ્યારે જીવ પ્રમાદી થઇ કાંઈપણ ધમ કરતા નથી, ત્યારે આ કર્મ રૂપી ચારો તેના સુકૃતરૂપી દ્રવ્યને લુંટી લે છે. જે તેના પાડોશી તે ઉપકારી ગુરૂ સમજવા. તે પ્રમાદમાં પડેલા જીવને પ્રતિબેાધ આપી જગાડે છે. અને પ્રતિબાધ પામી જાગ્રત થાય છે, એટલે પેલા આઠે કર્મરૂપી ચારો સ‘તાઇ રહે છે, અર્થાત્ તદ્ન નાશ પામતા નથી, પછી પાડોશીરૂપ ગુરૂએ તેને સમજાજ્ગ્યા-અર્થાત્ પ્રતિબાધ આપ્યા, એથી તેણે પોતાના સુકૃત રૂપી દ્રવ્યનું રક્ષણ કરવાનેાનિશ્ચય કર્યો, જે બધા દ્રવ્યને બદલે તેણે કીંમતી રત્ન લીધું, તે ચારિત્ર સમજવું. કારણ કે, ઘણાં સુકૃતાના બદલામાં ચારિત્ર રત્ન મળે છે, આઠ કર્મ રૂપી ચારો તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com