________________
૧રર
જૈન શશિકાન્ત. રંવાર તે વિષે પશ્ચાત્તાપ કરવા લાગ્યા.
તે મહાત્મા તે ગામમાં થોડા દિવસ સુધી રહી, તે ધનાઢય લેકરે સારે ઉપદેશ આપી પછી વિહાર કરી ચાલ્યા ગયા હતા. મહાત્માના જવા પછી તે ધનાઢય શ્રાવકે પિતાના વૈભવને મદ છેડી દઈ તે જયચંદ્ર શ્રાવકને ઘણું માન આપતા અને તેને એક ગૃહસ્થ મહાત્મા તરીકે ગણી, તેના મુખથી અહર્નિશ ધાર્મિક ઉપદેશ સાંભળતા હતા,
હે વિનીત શિષ્ય, આ દષ્ટાંત ઉપરથી પૂર્ણતાનું ખરું સ્વરૂપ તારા જાણવામાં આવ્યું હશે. તારે પણ હમેશાં આવી પૂર્ણતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. અને તારા હૃદયમાં નિશ્ચય કરે કે, “ ખરેખરી પૂર્ણતા આત્મવસ્તુથી છે, પરવસ્તુથી નથી. પરવસ્તુથી થયેલી જે પૂર્ણતા છે, તે ખોટી છે, તે બનાવટી છે. કારણકે, તેવી પૂર્ણતાથી આ સંસારનાં દુઃખો વૃદ્ધિ પામે છે. અને તેથી પ્રાણીને ભારે પીડા ભેગવવી પડે છે. જે આત્મવસ્તુથી પૂર્ણ છે, તેને સંસારનાં દુઃખ નડતાં નથી, તે સદા આનંદ મગ્ન રહે છે. અને આત્મબળને મેળવે છે.
શિષ્ય-હે કૃપબુ ભગવન, આપની દષ્ટાંતયુક્ત વાણી સાંભળી હું પૂર્ણતાના વિષયમાં નિઃશંક થયો છું. “ખરી પૂણતા કઈ કહેવાય? એ યથાર્થ રીતે હવે મારા જાણવામાં આવ્યું છે. આપ મહાશયે આ ઉત્તમ બોધ આપી મારે મેટો ઉપકાર કર્યો છે. આપના જેવા મહાશાને અવતાર પરે પકારને માટે જ છે. હું ઈચ્છા કરૂં છું કે, આપની કપાથી મારામાં તેવી પર્ણતા પ્રાપ્ત થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com