________________
પૂર્ણતા.
૧૧૫ હેય, તેજ ચારિત્ર લેવું એગ્ય છે, નહીં તે આ સંસારમાં રહી યથાશકિત ગૃહસ્થ ધર્મ પાળજ સારે છે.”
ગુરૂ– હે ગૃહસ્થ શિષ્ય, તારા વિચાર જાણે મને અતિશય સંતોષ થયે છે. હવે તું આ વિષે જો વધારે વિચાર કરીશ, તે તારા સારા પરિણામ ઉત્તરોત્તર વધતા જશે, અને તેથી કરીને ગૃહસ્થ ઘર્મ તથા યતિ ધર્મનું અંતર તારા જાણવામાં આવશે.
- યતિ શિષ્ય-મહાનુભાવ, એક વખતે આપના મુખથી મારા સાંભળવામાં આવ્યું હતું કે, “દરેક વિરક્ત જીવે પૂર્ણતા પ્રાપ્ત કરવાને પ્રયાસ કરે જઈએ.” હે ભગવન, એ પૂર્ણતા એટલે શું? એ મારા સમજવામાં આવતું નથી. સર્વ જાતના પદાર્થોથી જે પૂર્ણ હોય, તે પૂર્ણ કહેવાય છે. અથવા જેનામાં જ્ઞાન વગેરે ગુણ ભરપૂર હોય, તે પૂર્ણતાવાળા કહેવાય છે. તે ખરી રીતે પૂર્ણ કણ કહેવાય? તે વિષે મારા મનમાં શંકા રહે છે, તે આપ કૃપા કરી તે શંકા દૂર કરશે.
ગુર–- વિનીત શિષ્ય, એક દૃષ્ટાંત છે તે સાંભળ–
કોઈ એક નગરમાં ધનાઢ્ય શ્રાવકની મેટી વસ્તી હતી. બધા શ્રાવક વ્યાપાર કળામાં પ્રવીણ હોવાથી દર વર્ષે તેઓ ઘણું લક્ષ્મી કમાતા હતા. લહમીની મોટી આવકથી તેઓને કોઈ જાતની ન્યૂનતા ન હતી. તેઓ વૈભવથી પરિપૂર્ણ હતા. ઉત્તમ પ્રકારની હવેલીઓમાં સંસારની પૂર્ણ સામગ્રી સાથે રહી તેઓ ભોગવિલાસ ભોગવતા હતા. તેઓ માંથી કેટલાએક લફમીના મદથી ભરેલા અને વૈભવને અહંકાર ધારણ કરનારા હતા. અને કેટલાએક લક્ષમીના વિલાસની સાથે ધર્મનું આચરણ પણ કરનારા હતા.
આવા ગૃહસ્થના ભાગમાં જયચંદ્ર નામે એક ગરીબ શ્રાવક રહેતો હતો. તેનું ઝુપડા જેવું ઘર પિલા ગૃહની હવેલીઓ આગળ નિસ્તેજ લાગતું હતું. ગરીબાઈને લઈને જયચંદ્રને કોઈ પણ ગણતું ન હતું. કોઈ તેને આદર કે માન કાંઇપણ આપતું નહિ.
જયચંદ્ર સ્વભાવે શાંત અને વિદ્વાન હતા. તેણે પોતાની બુદ્ધિના પ્રભાવથી જેન શાઅમાં સારી પ્રવીણતા મેળવી હતી. તે હમેશાં દ્રવ્યાનુયેગના ગ્રંથો ઘણું પ્રીતિથી વાંચતે હતે. આથી તે અધ્યાત્મ વિદ્યામાં ઘણે પ્રવીણ થઈ ગયો હતો. ગામમાં કોઈ સાધુ અને શ્રાવક વિદ્વાન આ• વે, તેને જયચંદ્ર મળતું, અને તેમની સાથે જૈનધર્મના તત્વજ્ઞાનની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com