________________
ઉos
જૈન શશિકાન્ત. તાની કર્તવ્ય ક્રિયા કરતું નથી, ત્યારે તે પિતાના કર્તવ્યથી ભ્રષ્ટ થાય છે. અને તે સર્વરીતે દેષનું પાત્ર બને છે. દંભને ભૂગળની ઉપમા આપી, તે પણ બરાબર છે. અધ્યાત્મ સુખ કે જે દરેક મનુષ્યને ઉંચામાં ઉંચી સ્થિતિમાં લાવનારું છે, તેવા અધ્યાત્મ સુખને બંધ કરવામાં દંભ ભૂગળનું કામ કરે છે. જેમ ભૂગળ લગાડવાથી દ્વાર બંધ થઈ જા ય છે, તેમ દંભરૂપી ભૂગળથી અધ્યાત્મ સુખરૂપ દ્વાર બંધ થઈ જાય છે. કારણકે, જેનામાં દંભ હય, તે માણસ અધ્યાત્મ સુખને મેળવી શકતું નથી.
દંભને વજની ઉપમા આપી, તે પણ યથાર્થ છે. જેમ જ પર્વનને તોડી નાખે છે, તેમ દંભરૂપી વજી જ્ઞાનરૂપ પર્વતને તેડી નાખે છે. જે માણસમાં દંભ હોય, તે તે જ્ઞાનને મેળવી શકતા નથી, અથવા જો જ્ઞાન મેળવ્યા પછી દંભ રાખે, તે તેનું જ્ઞાન નષ્ટ થઈ જાય છે. તેથી જ્ઞાનરૂપ પર્વતને ભેદવામાં દંભ વા સમાન છે.
દંભને હોમ કરવાના પદાર્થની ઉપમા આપેલી છે. તે સર્વ રીતે ગ્ય છે. જેમહામ કરવાને પદાર્થ નાખવાથી અગ્નિ વૃદ્ધિ પામે છે. તેમ દંભરૂપી હોમ કરવાને પદાર્થ નાખવાથી કામરૂપી અગ્નિ વૃદ્ધિ પામે છે. અર્થાત્ જ્યાં દંભ ત્યાં કામ પણ હોય છે.
દંભને મિત્રની ઉપમા આપી છે. તે ઘણું જ વિચારણીય છે. અહિં કેઈને શંકા થશે કે, દંભને મિત્રની ઉપમા શી રીતે આપી શકાય. કારણકે મિત્ર તો હિતકારી હોય છે, અને આ દંભ તે અહિતકારી છે. તેથી તેને મિત્રની ઉપમા આપવી અનુચિત છે. આ દંભ તે હિતમિત્ર નથી. પણ તે એક વ્યસને મિત્ર છે. તેથી તે દંભની મૈત્રી ક. રવાથી વ્યસન વૃદ્ધિ પામે છે, અર્થાત્ જે દંભી હોય છે. તે વ્યસની હોય છે.
દંભને ચેરની ઉપમા આપેલી છે. જેમ લક્ષમીને ચારના ચોર છે, તેમ દંભરૂપે ચાર વ્રતરૂપી લક્ષ્મીને ચરનારે છે. એટલે જે નામાં દંભ હોય, તેનામાં વ્રત હોતાં નથી.
તેથી હે મતિધર, દરેક ભવ્ય પ્રાણુએ દંભને ત્યાગ કરે જેઈએ, એ મઠારે દંભ તારા હૃદયમાં પેશી ગયેલ છે. તે ઘણું વિપરીત બન્યું છે. તને એ મહારે ગ જે લાગુ પડે છે. તે સર્વ રીતે હાનિ કરનાર છે, માટે તારે મહાન પ્રયત્ન કરી તે મહારોગને સત્વર દૂર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com