________________
હિન્દુ ધર્મશાસ્ત્રોમાં “કૃતયુગ” આદિ ચાર યુગથી કાલના વિભાગે પાડવામાં આવ્યા છે, તેમ, જૈનશાસ્ત્રોમાં કાલના વિભાગ તરીકે છ આસ બતાવવામાં આવ્યા છે. તીર્થકરે ત્રીજા-ચોથા આરામાં થાય છે. જે તીર્થકરે કે જે પરમાત્માઓ, આયુષ્ય પૂર્ણ થયે મોક્ષપદને પામે છે, તેઓ કરીને સંસારમાં આવતા નથી. એથી એ સમજવાનું છે કે સંસારમાં જે જે આત્માઓ, તીર્થંકર બને છે, તે એક પરમાત્માના અવતારરૂપે નથી, કિન્તુ સર્વ તીર્થકર જૂદા જૂદા જ આત્માઓ છે. મુક્ત થયા પછી સંસારમાં અવતાર લેવાનું જૈન સિદ્ધાંતને સમ્મત નથી.
નવ તને જૈનશાસ્ત્રોનું પ્રતિપાઘ વિષય છે, એ ઉપર કહેવામાં આવ્યું છે. તે નવ ત–જીવ અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ છે.
જીવ.
જીવ, બીજા પદાર્થો જેમ પ્રત્યક્ષ દેખાય છે, તેમ પ્રત્યક્ષ દેખાતો નથી; પરંતુ સ્વાનુભવ પ્રમાણુથી જાણું શકાય છે. “હું સુખી છું, હુ દુઃખી છું” એવી લાગણી, શરીર જડ છે માટે તેને હોઈ શકે નહિ. શરીરને આત્મા માનવામાં આવે, તે “મડદું ” કહેવાતા શરીરમાં જ્ઞાનને પ્રકાશ હોવાનું કાં ન બને ? “મડદુ' કહેવાતા શરીરને સજીવન આત્મા કાં ન કહી શકાય ? અને અતએવ તેને અગ્નિદાહ કેમ થઈ શકે છે પણ
૧. જૈનશાસ્ત્રમાં લક્ષ્મણ અને અવસર્પિણી એ નામના કાળના બે મોટા વિભાગ પાડ્યા છે. આ ઉત્સર્પિણી અને અવસર્પિણમાં સંખ્યા ન થઈ શકે એટલાં વર્ષો પસાર થઈ જાય છે. ઉત્સર્પિણી કાળ રૂપ, રસ, ગંધ, શરીર, આયુષ્ય, બલ આદિ વૈભવમાં ક્રમશઃ ચઢતા હોય છે, જ્યારે અવસર્પિણુકાળ તે વૈભવમાં પડતું હોય છે. પ્રત્યેક ઉત્સપિણી અને અવસર્પિણના છ વિભાગે પાડવામાં આવ્યા છે. એ પ્રત્યેક વિભાગને આરા (સંસ્કૃત શબ્દ “અર”)કહેવામાં આવે છે. ઉત્સર્પિણના છ આરસ પૂરા થાય કે અવસર્પિણના આરા શરૂ થાય છે. વર્તમાનમાં
વાસ્તવર્ષ આદિ ક્ષેત્રોમાં અવસર્પિણુને પાંચમે આરે ચાલે છે. પાંચમે આરે કહે કે લિયુગ કહે એકજ વાત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com