________________
હેય અથવા મંદિર કે મૂર્તિ માટે બની ગએલા આશ્ચર્યકારક ઘટનાવાળા સ્થળે પણ તીર્થ બની જાય છે.
જના તીર્થોની સંખ્યા ઘણી છે, અને ઘણુંખરાં પ્રખ્યાત મંદિર તે પર્વત ઉપર જ છે. મોટે ભાગે તીર્થકરે અને સર્વ ગિરિગુફામાં ધ્યાન કરવા રહેતા અને ત્યાં નિર્વાણ પામતા તેથી તેમના સ્મારક રૂપે ત્યાં ભક્તો મંદિર બંધાવતા. કેટલાક અસલના સમયમાં મોટાં શહેરો કે જે અત્યારે નાશ પામેલાં છે કે ખંડિએર હાલતમાં મળે છે ત્યાં પણ આજે મંદિર મજદ છે.
ભાવથી કરેલી તીર્થયાત્રા અને પ્રભુભક્તિ કર્મને ક્ષય કરે છે એવી જેનોની માન્યતા છે. અગાઉના જમાનામાં જ્યારે ચાલુ જમાના માફક વાહનેની સગવડ નહતી ત્યારે એકલાથી દૂર દૂરના તીર્થોની યાત્રા મુશ્કેલ બનતી તેમજ સાધારણ મનુષ્યને તે એ ખર્ચાળ હેવાથી આ સગવડ પૂરી પાડવા ધનાઢ્યો તીર્થયાત્રા નિમિત્તે સંધ કાઢતા. સંધ કાઢનાર સંઘવી યાત્રા માટે સાથે આવનારાઓને ખાવા-પીવા કે આવવા-જવાને પ્રબંધ કરે છે અને સંધમાં આવનાર મનુષ્યોની સારસંભાળ લે છે. સંધ કાઢ એ એક મેટામાં મોટું પુણ્યનું કાર્ય
ગણાય છે. આ જાતના સંઘે ખાસ કરીને શત્રુંજય, ગિરનાર, સમેતશિખર, કેસરિયાજી વગેરે મટા ગણતા તીર્થોની યાત્રા નિમિત્તે કાઢવામાં આવતા.
ઓછો ખર્ચ કરવાની ભાવના રાખનાર સંધવી નજીકના તીર્થોના સંધ કાઢતા. અત્યારે વાહનોની સગવડ સુલભ હેવાથી રેલગાડી મારફત કે પુરાણી રૂઢિ મુજબ છરી પાળતાં-ચાલતાં પણ કેટલાક સંઘે તીર્થયાત્રા માટે નીકળે છે.
તીર્થો તથા મંદિરની વ્યવસ્થા અને સંભાળ દરેક ગામને સંધ કરે છે, અથવા તે શહેરના જે લત્તામાં મંદિર આવ્યું હોય તે લત્તાવાળા કરે છે. એટલે તેની સંભાળ વગેરેના તમામ હક્ક સંધને જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com