________________
: ૧૮ :
અન્ય પાશ્ચાત્ય વિદ્વાને કે જેમણે જૈનધર્મને અભ્યાસ કર્યો છે. તેઓમાં શાર્પેન્ટીયર, હટલ, વીન્ટરનીઝ, લેયમેન, હેલ, વોરન, શુછીંગ, ગ્લેસન૫, બ્રાઉન, મિસ જેન્સન, મિસ સ્ટીવન્સન, એ સ્ટાઈન વગેરે છે. આ વિદ્વાનોએ જેને સાહિત્ય માટે કરેલી ચર્ચાથી વિદેશમાં પણ જૈનધર્મને અભ્યાસ દિનપ્રતિદિન વધતું જાય છે, એટલું જ નહિ હિંદના ધર્મો અને સાહિત્ય માટે અભ્યાસ કરતા પ્રત્યેક વિદ્યાર્થીને જૈન ધર્મનું જ્ઞાન જરૂરી થઈ પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com