________________
પ્રસ્તાવના.
મારા યુરોપના રહેવાસ દરમિયાન ઘણું કેળવાયેલા અને સંસ્કારી વેપારીઓના સમાગમમાં આવવું પડતું અને તે વખતે અનેક જાતની ચર્ચાઓ ચાલતી. આવા પ્રસંગોએ ખાસ કરીને આપણું રાજ્યકારી લડત વિષે અને આપણા ધર્મોની ચર્ચાઓમાં તેઓને બહુ રસ પડત. - હિંદુસ્તાન વિષે આખી દુનિયાના લોકો બહુ જ અજ્ઞાનતા ધરાવે છે. બ્રિટિશોએ તેમને એટલું જ જણાવેલ હતું કે હિંદુસ્તાન ફક્ત હાથીઓ અને સર્પોથી ભરેલે દેશ છે. મહાત્મા ગાંધીજીના આગમન પછી આપણું Bગ્રેસની, બ્રિટિશ રાજ્ય સાથેની લડત જેમ જેમ જોર પકડતી ગઈ તેમ તેમ દુનિયાના લેકે હિંદુસ્તાનની વાતમાં રસ લેતા થયા અને હિંદુસ્તાન વિષે કેટલુંક જાણુતા થયા. આપણું સત્યાગ્રહની અહિંસક લડત બધાને અજાયબીમાં ગરકાવ કરતી હતી.
આ ચર્ચાઓ દરમિયાન મને માલુમ પડ્યું કે યુરેપની પ્રજા હિંદુ, મુસ્લિમ અને બૌદ્ધધર્મો વિષે સારી માહિતી ધરાવે છે. જ્યારે જૈનધર્મનું નામ સુદ્ધાં તેઓએ સાંભવ્યું નથી. હિંદુસ્તાનના બધા જ ધર્મોના સંદેશા દુનિયામાં પહોંચી શકે અને જૈનધર્મનું નામ સુદ્ધાં કાઈ ન જાણે એ સમાચાર જાણ કયા જૈનને આઘાત ન થાય? આપણે જેને કેટલી નાની દુનિયામાં વસીએ છીએ તેને આ અચૂક પૂરાવે છે. યુરોપિયનને જ્યારે હું જૈનધર્મમાં રહેલી ખૂબીઓ વિષે અને જૈનધર્મના સિદ્ધાંત વિષે વાત કરે ત્યારે વધુ જાણવા તેઓ કઈ અંગ્રેજી લખાયેલા પુસ્તકની માગણી કરતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com