________________
: ૩૩ : સલવંશના રાજાઓ પણું જૈનધમાં હતા. અથવા જેને આશરે આપતા હતા. કાનડી લોકો ઉપર જેનધર્મની અસર પડી છે અને તેમના પ્રાચીન સાહિત્યને મેટો ભાગ તે જૈનધર્મના સાહિત્યથી જ ભરેલે છે.
મદુરાના પાંયવંશના રાજાઓએ પણ જૈનધર્મને આશરે આપે. સાતમા સૈકામાં જ્યારે યુએનસાંગ પલ્લવ રાજાઓની રાજધાની કાંચી જે પૂર્વ કિનારે આવેલું છે ત્યાં ગયેલ ત્યારે ત્યાં તેણે અનેક જૈનેને જોયેલા એમ તેણે પોતાના પ્રવાસવર્ણનમાં લખ્યું છે.
મુસલમાનેએ ભારત ઉપર આક્રમણ શરૂ કર્યા ત્યારથી તેમણે હિંદુઓની સાથે જેને ઉપર પણ જુલમ કરવા માંડ્યો હતો. તેમણે અનેક મંદિરો અને મૂર્તિઓને તેડી નાખી તેમજ જ્ઞાનભંડારને બાળી નાંખ્યા કે જલશરણ કર્યા. પણ જેનેએ જ્યારે આ અત્યાચાર થતા જોયા કે તરતજ જયાં જે સગવડ મળી ત્યાં તે રીતે તેને બચાવવાના પ્રયત્ન કરવા લાગ્યા. મૂર્તિઓ અને ગ્રંથને મેટા યરાઓમાં સુરક્ષિત સ્થળે છુપાવી દેવામાં આવ્યા. જ્યારે મુગલરાજાઓને સમય આવ્યો ત્યારે, તેમાંયે અકબર બાદશાહના વખતથી મૂર્તિઓ અને ભંડાર કંઈક ભયમુકત બન્યા, કેમકે અકબર ધર્મજિજ્ઞાસુ હતો અને જે જે ધર્મમાં સારું તત્વ જેતે તેને અપનાવો. તેણે મેટે ભાગે હિંદના પ્રત્યેક ધર્મના ગુરુઓને પરિચય સાધવા પ્રયત્ન કરેલ. જેનેના આચાર્ય શ્રીહીરવિજયસૂરિને મળીને તેણે જૈનદર્શન જાણી લીધું અને તેનાં સારાં તોથી તે આકર્ષાય તેથી તેણે સં. ૧૫૯૩ માં જૈનતીર્થોને કરમુક્ત કરવાનું ફરમાનપત્ર લખી આપ્યું.
આ પછીના બાદશાહ જહાંગીર અને શાહજહાંએ પણ પિતાના પગલે ચાલીને જૈનાચાર્યોને પરિચય મેળવ્યો હતો અને જૈનધર્મ પ્રત્યે સહાનુભૂતિ કેળવી હતી.
અકબરના સમયમાં જ મારવાડના ઉદયપુરના રાણું પ્રતાપના મંત્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com