________________
: ૩૦ :
પાલે બધાવેલાં એ મદિરામાંથી કેટલાંક આજે પણ તારગા, જાલાર, શત્રુજય વગેરે સ્થળે વિદ્યામાન જણાય છે.
કુમારપાળને રાજ સ્વાધ્યાય કરવા માટે હેમચદ્રાચાયે યોગશાસ્ત્ર નામના ગ્રંથ રચ્યા. તેમાં તેમણે યેાગનાં આસના અને પ્રાણાયામ દ્વારા મનની ચિત્તશુદ્ધિ કરી મેાક્ષ મેળવવાની પદ્ધતિનું ક્રમપૂર્વક નિરૂપણુ અને શ્રાવકધમ પાળવાની વિધિ અને નિયમે બતાવ્યા છે.
કુમારપાળે જૈનધર્મને અનુસરતાં પ્રજાહિતનાં જે કાર્યો કર્યાં તેમાંનાં મુખ્ય મુખ્ય નીચે મુજબ ગણાવી શકાય.
૧. સમસ્ત રાજ્યમાં અમારિપટહ એટલે કાઇ પણ જીવને મારવા નહીં એવા ઢઢારા પીટાબ્યા. આથી ધનિમિત્તે યજ્ઞાદિ વગેરેમાં થતા પશુવધ અને શેખ નિમિત્તે શિકાર વગેરેમાં થતી પશુહિંસા બંધ થઈ, એટલું જ નહિ પણ માંસાહાર નિમિત્તે ખાટકીએ જેએ કેવળ ધંધા માટે પશુવધ કરતા તેમને ત્રણ વર્ષની તેમની કમાણીને ખલેા ખીજા ધંધાના ઉત્તેજન માટે આપી લેકમાં માંસાહાર સદ ંતર બંધ કરવા કરાવવાની વ્યવસ્થિત યેાજના ઘડી.
૨. મદ્યપાન અને જુગાર બંધ કરાભ્યા. આ દ્વારા વેશ્યાગમન તે સુતરાં અધ થઈ ગયું.
૩. ખીનવારસ વિધવા સ્ત્રીનું ધન પ્રાચીનકાળથી જે રાજભડારમાં જંતુ, તેના કુટુ પરિણામને જાતઅનુભવ કરી, તેને બંધ કરાવ્યું. આથી રાજ્યને એક કરોડ રૂપિયાની ખોટ ભોગવવી પડી.
કુમારપાલના ભત્રોજા અજયપાળે તેને આપેલા ઝેરથી તેનું મરણુ વિ. સં. ૧૨૩૦ માં થયું. અજયપાળ ચુસ્ત શૈવધર્મી હતા, અને તેના ધર્માન્ધપણાથી તેણે જૈના ઉપર ખૂબ જુલમ કર્યો. જૈન સાધુઓ, જ્ઞાનભંડારા અને મદિને પણ તેણે પોતાથી બનતું નુકસાન પહેોંચાડવાની કાશીશ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com