________________
: ૨૮ :
સાનિધ્યથી જૈનધર્મ પ્રત્યે તેમની ખૂબ જ સહાનુભૂતિ હતી; અને તેથી જ હેમચંદ્રની પ્રેરણાથી તેણે સિદ્ધપુરમાં જૈનમંદિર બંધાવી આપ્યું હતું, અને તેમની સાથે ગિરનારની યાત્રાએ પણ ગયે હતે.
સિદ્ધરાજના દરબારમાં કર્ણાટથી આવેલા દિગંબરીય આચાર્ય શ્રી કુમુદચંદ્ર અને શ્વેતાંબરીય આચાર્ય શ્રી દેવસૂરિ વચ્ચે મેટે શાસ્ત્રાર્થે થયા હતા. આ ઉપરથી પણ જણાય છે કે સિદ્ધરાજ જૈનધર્મમાં ખૂબ રસ લેતે હતે.
ગૂજરાતમાં જૈનધર્મની જાહેજલાલીને કાળ સિદ્ધરાજ પછી પાટણની ગાદીએ આવનાર કુમારપાલના વખતમાં હતા. ટૂંકમાં એમ કહી શકાય કે કુમારપાલે પિતાના આધીન દેશમાં રાષ્ટ્ર અને સમાજની ખિલવણું જૈનધર્મની છાયા હેઠળ કરી.
સિદ્ધરાજને પુત્ર નહે. એ માટે કેટકેટલાયે જેશીઓ અને આખરે પિતાના ખુદ ગુરુ હેમચંદ્રાચાર્યને પૂછતાં, તેમણે “પુત્રને વેગ નથી” એમ જણાવ્યું અને વધુમાં કહ્યું કે, “તમારા પછી તમારા ભત્રીજા કુમારપાલને જ ગાદી મળશે.” આ વાત સાંભળી રાજાને અત્યંત ખેદ થયો તેથી કુમારપાલ તથા તેમના પિતા ત્રિભુવનપાલ બંનેને તે મારી નાખવાના ઉપાયો જવા લાગ્યો. ત્રિભુવનપાળને મારી નાખવાને તેને ઉપાય ફળે અને કુમારપાળ માટે છૂપી રીતે મારાઓ મેકલ્યા પણ તે દેવગે બચી ગયો, અને પિતાના બનેવી કૃષ્ણદેવને ત્યાં પાટણમાં જ સંતાઈ રહ્યો. પણ પાટણમાં લાંબો વખત છૂપું રહેવું મુશ્કેલ હતું તેથી તેણે યોગીને વેષ ધારણ કરી લીધું. પણ તેમાં તે પકડાઈ ગયે. સૌને થાપ આપી આબાદ રીતે ત્યાંથી તે છટકી નાઠ, અને ગામે ગામ ભટકત ભટકતે જ્યારે તે ખંભાત આવે ત્યારે તેને હેમચંદ્રાચાર્યને ભેટે થયો. કુમારપાળ હેમચંદ્રાચાર્યને સારી પેઠે ઓળખાતું હતું, તેણે પિતાની આપવીતી કહી અને છેવટે તેણે તેમને પૂછયું કે, “આ કષ્ટોને અંત ક્યારે આવશે?” આચાર્યશ્રીએ એ તરફ વેગ આપતાં કહ્યું કે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com