________________
: ૨૭ :
૧૧૪૩ ) ના રાજ્યકાળ ગુજરાતના સર્વ રાજાઓ કરતાં વધારે યશસ્વી છે. સિદ્ધરાજ વિદ્યાપ્રિય રાજવી હતા. તેની રાજસભામાં વિદ્વાન પંડિતે અને રાજવિએ હતા. દેશ-વિદેશના ઘણા પડિતા અને કવિએ તેની મુલાકાતે આવતા. એ સમયમાં એટલે સિદ્ધરાજ ગાદીએ આવ્યા તે પહેલાં માળવાની રાજધાની ઉજ્જૈન સાહિત્યવિદ્યા માટે ખૂબ પ્રસિદ્ધ હતી. મુજ અને ભેજ જેવા વિદ્યાપ્રિય રાજવીઓએ એ રાજસભાને ભારતના મેાટા પડતા અને કવિઓથી ભરી દીધી હતી. પણ સિદ્ધરાજ ગાદીએ આવતાં એ ખ્યાતિ ગુજરાતમાં લાવવા તેણે ખૂબ પ્રયત્ન કર્યાં હતા: સિદ્ધરાજે જ્યારે વિ. સ. ૧૧૯૨ માં માલવપતિ યશોવર્માને હરાવ્યેા અને ત્યાંનું સાહિત્ય પણ તે પાટણ લઈ આવ્યા ત્યારે તેમાં એક ભાજ વ્યાકરણ પણ હતું. તે જોઇને જ તેને થયુ` કે આવું સ્વતંત્ર વ્યાકરણ ગૂજરાતી વિદ્વાનના હાથે રચાયેલું હાવુ જોઇએ. એ વિચાર આવતાં તેણે
આ વાત પોતાના રાજસભાના પડતા આગળ મૂકી. રાજસભાના તમામ પંડિતાની નજર તે વખતના પ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી હેમચંદ્ર ઉપર પડી “ ચશો મમ, તવ રહ્યાતિ મુખ્ય ૨ મુનિનાય ! ” એ સિદ્ધરાજની વિતિથી વ્યાકરણ રચવાનું કામ તેમણે માથે લીધું. એ વખતે કાશ્મીર પંડિતાનું નામ હતું. તેથી ત્યાંના તેમજ બીજા દેશોના ભંડારામાંથી હેમચંદ્રાચાર્યને એ માટે જોતી બધી સાહિત્ય સામગ્રી મંગાવી પૂરી પાડી. હેમચંદ્રાચાયે થાડા સમયમાં જ સર્વાંગપૂર્ણ વ્યાકરણની રચના કરી તેને સિદ્ધહેમ ( સિદ્ધ=સિદ્ધરાજ, તેમહેમચંદ્ર) વ્યાકરણનુ નામ આપી પોતાનું તથા ગૂજરેશ્વર સિદ્ધરાજનું નામ અમર કર્યું. એ પછી તે હેમાદ્રાચાયે વ્યાકરણુને લગતાં ખીજાં શાસ્ત્રો, કૈાશ, છંદ, સાહિત્ય, કાવ્ય, યાગ વગેરે વિષયામાં પોતાનું અગાધ પાંડિત્ય વહેતુ મૂકી ગૂજરાતના સાહિત્યભડારને વિદ્યાની વિપુલ સમૃદ્ધિથી ભરી મૂક્યા. એ પછી એ સાહિત્યના પ્રવાહ લગભગ પાંચસેા વષઁ સુધી અવિચ્છિન્નપણે શતધારાએ વહેતા થયા.
સિદ્ધરાજે જૈનધમ સ્વીકાર્યો નહાતા પણ હેમચંદ્ર જેવા ગુરુઓના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com