________________
: ૧૯ :
સ. ૬૧ થી ૨૧૫ સુધીમાં આવ્યાં. તેમાંનાં ધણાખરા અમાત્યે જૈન હતાં. આ રાજાએ પણ જૈનધર્મ પાળતા હતા. અને તેમના આશ્રયતળે જૈનધમ ખીલ્યેા હતેા. નંશના છેલ્લા રાજા પાસેથી મૌર્યવંશના મહારાજા ચંદ્રગુપ્તે તેનું રાજ્ય પડાવી લીધું.
ચંદ્રગુપ્ત:
છેલ્લા નદે ચાણક્યનું અપમાન કર્યું હતું, તેથી તેણે પતક રાજાને સાથે લઈ નદરાજાને હરાવ્યા. આ પતક રાજા અકસ્માત્થી મરણુ પામ્યા અને પરિણામે ન૬ તેમજ પતક તેના રાજ્યેા ચંદ્રગુપ્તે લઈ લીધાં. આમ મહાવિદ્વાન ચાણક્યની બુદ્ધિથી તેણે રાજ્ય મેળવ્યુ અને ઇ. સ. પૂ. ૩રરની આસપાસ તે પાટલીપુત્રની ગાદીએ બેઠા.
નંશના સમયે મહાન્ ગ્રીક રાજા એલેક્ઝાંડરે હિંદ ઉપર ચડાઈ કરી સિંધના પ્રદેશ જીતી લીધા હતા. આ એલેક્ઝાંડરના પ્રતિનિધિ સેલ્યુકસને પાછળથી ચંદ્રગુપ્તે હરાભ્યા હતા, અને ગ્રીા ઉપર જીત મેળવી હતી.
ચંદ્રગુપ્તના સમયે જૈનેાના મહાન આચાય શ્રુતદેવળી ભદ્રબાહુ થયા. આ સમયે ઉત્તર હિંદમાં બાર વર્ષ દુકાળ પડ્યો હતા. દુકાળના લીધે જૈન સાધુઓને ઘણી અગવડ પડવા માંડી, તેથી ધણા સાધુએ દક્ષિણમાં પણ ગયા હતા. જૈન પરંપરા પ્રમાણે ચંદ્રગુપ્તને આ ભદ્રબાહુસ્વામીએ જૈન બનાવ્યા હતા.
ખિ‘દુસાર:
ચંદ્રગુપ્ત પછી બિંદુસાર (ઈ. સ. ૨૯૮–૨૭૩) રાજગાદીએ આભ્યા. ઇતિહાસની કહે છે કે મૌ વશી રાજા બૌદ્ધ કે જૈન હતા. તેમાં બૌદ્ધ ગ્રંથા બિંદુસારના બોદ્ધ હાવાના સાફ ઇન્કાર કરે છે, જ્યારે જૈન કથા તેને જૈન તરીકે ઉલ્લેખે છે, અને તેના મત્રીએ જૈન હતા—એ ઉપરથી તે જૈનધર્મી હતા; એમ માનવાનાં પૂરતાં પ્રમાણા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com