________________
જૈનધર્મને મહારાજ્યોમાં પ્રચાર,
મહાવીરના સમયે બિંબિસાર જેમનું બીજું નામ જેન પ્રથામાં શ્રેણિક છે તેઓ બિહારમાં આવેલા મગધદેશના રાજા હતા. તેમની રાજધાની રાજગૃહીમાં હતી, કે જેમાં ભગવાન મહાવીરે સાધુપણામાં ઘણું ચોમાસા ગાલ્યાં હતાં. શિશુનાગવંશીય શ્રેણિક મહારાજ મહાવીરના પાકા અનુયાયી થયા તે પહેલાં તે બૌદ્ધધર્મ પાળતા. શ્રેણિક રાજાએ ધર્મનું પાલન ખૂબ સારી રીતે કર્યું જેથી આવતી વીશીમાં તીર્થકર થવાનું ફળ તેમણે મેળવ્યું. જૈનગ્રંથમાં એની વિગતે આપેલી છે. બિંબિસારની રાજગાદી તેના પુત્ર અજાતશત્રુએ (કણિકે) લઈ લીધી
અને પિતાના પિતાને બેડીઓ નાખી કેદમાં પૂર્યો હતે, પાછળથી તેને પિતાના દુષ્કૃત્યને પશ્ચાત્તાપ થતાં તે જાતે જ પિતાની બેડીઓ તેડવા હથેડે લઈને બંદીખાને ગયા. પિતાએ તેને હથોડે લઈને આવતાં જે એટલે તેમને લાગ્યું કે મારો પુત્ર મારો વધ કરશે; તેથી કુળને પિતૃવધના કલંકમાંથી ઉગારી લેવા બિંબિસારે આત્મહત્યા કરી નાખી. આવી રીતે પિતાએ કરેલા આત્મઘાતથી તેને ખૂબ પશ્ચાત્તાપ થયો. તેણે જૈન ધર્મના માર્ગે ચાલી આત્મશુદ્ધિ કરી. તેના પછી તેને પુત્ર ઉદાયિન રાજા થશે. તે પણ જૈન ધર્મનો પાકે અનુયાયી હતો. ઉદાયિને પિતાની રાજધાની પાટલીપુત્રમાં રાખી હતી.
ઉદાયિન પછી નંદવંશના રાજાએ પાટલીપુત્રની ગાદીએ વિ. નિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com