________________
: ૧૯ :
હવે વસ્તુના પ્રત્યેક ધર્મની અન્દર સ્યાદાદની વિવેચના, જેને સમભંગી' કહે છે, તે જોઈએ
સપ્તભંગી. ઉપર જોઈ ગયા છીએ કે- સ્વાદાદ” એક જ વસ્તુમાં જુદી જુદી અપેક્ષાએ અસ્તિત્વ–નાસ્તિત્વ, નિયત્વ-અનિત્યત્વ વગેરે અનેક ધર્મો હોવાનું કળે છે. આ ઉપરથી સમજી શકાય છે કે, વસ્તુ–સ્વરૂપ જેવા પ્રકારનું હોય, તેવી રીતે તેની વિવેચના કરવી જોઈએ. વસ્તુસ્વરૂપની જિજ્ઞાસાવાળા કેઈએ પ્રશ્ન કર્યો કે-“ઘડે અનિત્ય છે?” આ પ્રશ્ન ઉપર સમાધાન કરનાર માત્ર એમ જ કહે કે “ઘડે અનિત્ય જ છે,” તે એ કથન કાં તે યથાર્થ નથી, કાં તે અધૂરું છે, કેમકે તે કથન યદિ સંપૂર્ણ દૃષ્ટિના વિચારના પરિણામે કહેવાયું હોય તે તે યથાર્થ નથી. કારણ કે ઘડે (કોઈ પણ વસ્તુ ) સપૂર્ણ દૃષ્ટિએ વિચારતાં અનિય હોવાની સાથે નિત્ય પણ ઠરે છે. કદાચિત તે કથન અમુક દષ્ટિએ કહેવાયું હોય, તે તે વાક્યમાં “તે કથન અમુક દૃષ્ટિએ છે” એમ સુચન કરનાર કોઈ શબ્દ મૂક જોઈએ છે. એ વગર તે જવાબ અધૂરો કહી શકાય. આ ઉપરથી સમજનાર સમજી શકે છે કે-વસ્તુને કઈ પણ ધર્મ બતાવ હોય, તે એવી રીતે બતાવવો જોઈએ કે તેના પ્રતિપક્ષ ધર્મની તે વસ્તુમાંથી બેઠક ઊડી જવા ન પામે. અર્થાત કોઈ
સિદ્ધિના ગ જેવા. સ્યાદ્વાદના સંબંધમાં ચાર્વાકની સમ્મતિ લેવી કે નહિ તે વિષે હેમચન્દ્રાચાર્ય વીતરાગસ્તવમાં આ પ્રમાણે કથે છે–
“सम्मतिविमतिर्वापि चार्वाकस्य न मृग्यते ।
परलोकाऽऽत्ममोक्षेषु यस्य मुह्यति शेमुषी" ॥ અર્થાત–સ્યાદ્વાદના સંબધમાં ચાર્વાક, કે જેની બુદ્ધિ પરલેક, આત્મા અને મોક્ષમાં મૂઢ બની છે, તેની સમ્મતિ કે વિમતિ (પસંદગી કે નાપસંદગી) જોવાની જરૂર નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com