________________
: ૧૬૧ :
દિત છે. ઘડે ફેડી તે જ માટીથી બનાવેલ કુંડાને કઈ ઘડો કહેશે? નહિ. કેમ? માટી તે એની એ છે! પરંતુ નહિ, આકાર બદલાય હેવાથી તે ઘડે કહેવાય જ નહિ. આ ઉપરથી સિદ્ધ થાય છે કે “ઘડે” એ માટીને અમુક આકાર વિશેષ છે, પરંતુ એ ધ્યાનમાં રાખવું કે તે આકાર-વિશેષ, માટીથી તદન જૂદ નથી. તે તે આકારમાં ફેરવાયલી માટી જ જ્યારે “ઘડો,” “ કુંડું' વગેરે નામોથી વ્યવહત થાય છે, તે પછી ઘડાના આકાર અને માટીને તન જૂદાં કેમ માની શકાય ? આ ઉપરથી એ ખુલ્લું જાહેર થાય છે કે “ઘડા” ને આકાર અને માટી એ બંને ઘડાનું સ્વરૂપ છે. હવે એ ઉભય સ્વરૂપમાં વિનાશી સ્વરૂપ કયું છે અને ધ્રુવ સ્વરૂપ કયું છે, એ વિચારી લઈએ. “ઘડાને આકાર” એ તે વિનાશી છે. એ પ્રત્યક્ષ જોઈએ છીએ, એટલે ઘડાનું એક સ્વરૂપ તે–જે ઘડાને આકાર વિશેષ છે, તે–વિનાશી કર્યું. હવે ઘડાનું બીજું સ્વરૂપ જે માટી છે, તે વિનાશી નથી; કારણ કે માટીના તે તે આકારોપરિણામે બદલાયા કરે છે, પણ માટી તે એની એ જ રહે છે, એ આપણને અનુભવસિદ્ધ છે.
ઉપર કથા પ્રમાણે, ઘડાનું એક વિનાશી અને એક ધ્રુવ, એમ ઉભય સ્વરૂપ જોયું. એ ઉપરથી એમ માનવું સહજ પ્રાપ્ત થાય છે કેવિનાશી રૂપથી ઘડે અનિત્ય છે અને પ્રવરૂ૫થી ઘડો નિત્ય છે. આવી રીતે એક જ વસ્તુમાં અપેક્ષાકૃત નિત્ય અને અનિત્યપણાની માન્યતાના સિદ્ધાન્તને સ્યાદાદ કહેવામાં આવ્યું છે.
કંઈક વિશેષ સ્પષ્ટ કરવાની ખાતર સ્યાદ્વાદ તરફ પુનઃ દષ્ટિપાત કરીએ –
સર્વ પદાર્થોને ઉત્પત્તિ, નાશ અને સ્થિતિ વળગેલાં છે. દષ્ટાન્ત તરીકે એક સેનાની કંઠી લઈએ. સેનાની કંઠી ભાંગીને દોરે બનાવ્યું ત્યારે કંઠીને નાશ થયો અને દોરે ઉત્પન્ન થયે, એ આપણે સુસ્પષ્ટ ૧. “Wાર-ચા-શૌચયુ ”!
–તત્ત્વાર્થસૂત્ર, “ઉમાસ્વાતિ” વાચક. ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com