________________
જૈન ધર્મ દર્શન
જાત –
પૂર્વાધ
ઉપકમ:
ભારતવર્ષમાં આર્ય સંસ્કૃતિના ત્રણ ધર્મો હતાઃ વૈદિક, જૈન અને બૌદ્ધ. આ ત્રણે ધર્મોમાં થઈ ગયેલી મહાન વ્યક્તિઓનાં સમગ્ર જીવન, શક્તિ, બુદ્ધિ અને વિજ્ઞાનને ફાળે ભારતીય પ્રજાના જીવનઘડતરમાં મે છે. વૈદિક ધર્મના મહાન ઋષિમુનિઓએ હજારો વર્ષ પહેલાં રચેલા વેદો દ્વારા, બૌદ્ધધર્મના સ્થાપક ગૌતમબુદ્દે જગતને આપેલા બૌદ્ધધર્મના સિદ્ધાંત મારક્ત અને જૈન ધર્મના તીર્થકરોએ હજારો વર્ષ પૂર્વે ગામેગામ ફરીને પ્રવર્તાવેલા જૈન ધર્મના સિદ્ધાંત વડે ભારતીય આર્ય સંસ્કૃતિની રચના થઇ છે. જૈનની વ્યાખ્યા:
જિન એટલે વિજિત. અર્થાત જેમણે મન, વાણી અને શરીરને સંપૂર્ણ રીતે જીત્યા હોય તે “જિન” અને તેમના અનુયાયી “જૈન” કહેવાય છે. જિનનાં તીર્થકર, અર્વત, અરિહંત, સર્વજ્ઞ કે કેવળી વગેરે બીજા નામે પણ છે. તેમણે બતાવેલ-ઉપદેશેલે મુખ્ય સિદ્ધાંત તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com