________________
૨૦૨ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય ચર સાથે પ્રભાત બંધુ કાળાપહાડની સેવામાં આવીને ઉપસ્થિત થયો. કાળાપહાડે પ્રભાતને સ્વમમાં જેએલી સઘળી ઘટનાનું અતિ વર્ણન કરી સંભળાવ્યું. પ્રભાતને તે સાંભળીને બહુ જ આશ્ચર્ય થયું અને - સાથે ભારતની ભાવિ દુર્દશાનું ભવિષ્ય સાંભળીને તે હતાશ પણ થઈ ગયે. કાળેપહાડ તેની મુખમુદ્રાના પરિવર્તનથી તેના મનભાવને જાણી ગયા અને તેથી અતિશય ગંભીરતા ધારણ કરીને તેણે પ્રભાતને કહ્યું કે, “બંધો ! મારે એક ઉપદેશ સાંભળે અને મારી પ્રાર્થના પ્રમાણે મારા મરણ પછી વર્તવાનું મને વચન આપો. અંતકાળે મારી એ જ ભિક્ષા છે.” પ્રભાતે વચન આપ્યું અને કાળાપહાડે ઉપદેશને આરંભ કયોં–
મારે ઉપદેશ એ જ છે કે, મુસલ્માન રાજ્યકર્તા સાથે કઈ પણ પ્રકારનો વિરોધ કરશો નહિ. તમારા આ વિધર્મી ભ્રાતાના અનુરોધથી તમે બાદશાહના દબરમાં સારી રીતે સન્માનિત થશો. આર્ય જાતિની ઉન્નતિની હવે કશી પણ આશા નથી. શતશઃ વષો પછી પણ આ પરાધીનતાની શૃંખલા તૂટી શકશે કે નહિ, એનો સંદેહ જ છે. જયારે કાળાપહાડના આવા અત્યાચારોથી પણ વંગવાસિજને જાગૃત ન થયા, ત્યારે ભવિષ્યમાં તેઓ જાગૃત થાય, એ સંભવ જ નથી.”
ત્યારે તે એ મહા ખેદ અને શોકનો જ વિષય કહેવાય કે, ભારતવર્ષની ભાવિ ઉન્નતિની હવે લેશમાત્ર પણ આશા નથી! શું ત્યારે અર્યાવર્તને અખિલ શાંતિને ઉપભેગ કદાપિ નહિ જ મળે કે?” પ્રભાતકુમારે શોકસૂચક ઉદ્ગાર કાવ્યા.
એના ઉત્તરમાં કાળાપહાડે મંદ, પરંતુ ગંભીર સ્વરથી કહ્યું કે, “મારા પ્રિય સહોદર ! આમ સર્વથા નિરાશ થવાનું કાંઈ પણ કારણ નથી. મને લાગે છે કે, અત્યારે જે હિંદુ અને મુસલમાનોનો ધર્મવિગ્રહ ચાલ્યા કરે છે અને તેના ગે થતા પરસ્પર કલેશ તથા તિરસ્કારભાવથી આર્યાવર્તની અવનતિ થતી જાય છે, તેને પણ કેટલાક કાળ પછી અવશ્ય અંત આવશે. પશ્ચિમમાંથી સર્વથા ભિન્ન ધમય અને સુશિક્ષિત એક નવીન જાતિની સત્તાની ભારતવર્ષમાં સ્થાપના થશે-તે રાજ્યકર્તાઓ ધન્ધતાને દૂર કરી સર્વ ધર્મોને સમાન ગણું ધર્મવિગ્રહને દૂર કરશે
અને તેના વેગે આયવર્તની સમસ્ત જાતિઓમાં બંધુભાવનું બીજ રાપાતાં દેશમાં સર્વત્ર શાંતિ અને શાંતિને જ પ્રચાર થઈ જશે. તેપશ્ચિમની સત્તા–પાશ્ચાત્ય પ્રકાશ જ ભારતવાસીઓને શીખવશે કે, રાજ્યશકટને કેવી દક્ષતાથી ચલાવવાની અગત્ય છે અને તેને કયા માર્ગમાં ચલાવવાથી તે સુરક્ષિત સ્થાનમાં જઈ પહોંચે છે. એ વિદેશીય સત્તાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com