________________
ભારતનું ભવિષ્ય . ૨૦
કાવ્ય છંદ “પ્રતિક્લ દૈવ, તવ રદન રંગે આ શા? ત્યજ વીર! હવે ભારતહિતની સહુ આશા! સુખસૂર્ય ઉદિત નહિ ભારતમાંહીં થાશે; ગત દિવસે સ્વને પણ નહિ અહિં દેખાશે. સ્વાતંત્ર્ય, વૈર્ય, બળ, નષ્ટ સર્વ થાવાને; મંગલમય ભારત ભૂમિ સ્મશાન સમાનાથશે, વિસ્તરશે, દારુણ દુઃખ વિકારે; વસશે વિરોધ ને કલહ સર્વ ગ્રહ ધારે. વધશે અતિશય “આજ્ઞાન મૂર્ખતા ભારી; વિરતા એકતા મમતા દૂર સિધારી. ત્યજિ ઉધમ ભારતવાસિ દાસ સહુ બનશે; બ્રહ્મ, ક્ષત્રિય ને વૈશ્ય, શકતા ધરશે. થાશે કતિપય જન પતે સ્વયંપ્રકાશી; ને નષ્ટ થશે સહુ સત્ય ધર્મ અવિનાશી. થાશે ઈશ્વરથી વિમુખ ભરતભૂવાસી; ત્યજિ સુમાર્ગ થાશે, સર્વ કુમાર્ગવિલાસી. નિજ વસ્તુ માનશે જાણે હોય પરાઈ બીજીની રીતિ જઈ પકડશે ધાઈ. સ્વાર્થો માટે નિજ આર્ય બધુથી લડશે; અભિમાન માનિને શત્રુચરણમાં પડશે. નિજ કુલ ત્યાગિને નીચ સંગમાં વસશે; નિજ દેશ લાભની કૃતિથી છેટા ખસશે. હા હતા અને સ્વાધીન, આર્ય, બલધારી એ વાત સર્વથા દેશે જેને વિસારી. હરિવિમુખ, ધમૅધનધામહીન નરનારી; આલસી મંદ તનું ક્ષીણું સુધિત સંસારી. આનન્દ સ્પેશે શત્રુચરણની લાતે;
ને સત્ય વીર મરશે સહિ મન-આધા.” “હા સત્યવીર તે મનના આધાત સહી હૃદયમાં બળી બળીને જ મરવાના.” કાળાપહાડે તે દેવનાં વચનને અનુમતિ આપી અને એકાએક તેનાં ને ઉધડી ગયાં. પ્રભાતકાળને પ્રકાશ સર્વત્ર પ્રસરી ગયો હતો અને ભારત જનની, ભારત ભારતી, ભારતલક્ષ્મી કે ભવિષ્યવાદી જે કાઈ પણ ત્યાં જોવામાં ન આવ્યું. ચર્મચક્ષુથી તે સ્વમનો આદર્શ અદશ્ય થઈ ગયો હતો, પરંતુ અદ્યાપિ કાળાપહાડનાં હૃદયચક્ષુ તે આદએને સારી રીતે જોઈ શકતાં હતાં. તેણે તત્કાળ એક અનુચરને પ્રભાતને પિતા પાસે લઈ આવવાની આજ્ઞા કરી. થોડી જ વારમાં તે અનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com