________________
ગુરુ અને શિષ્ય
૧૮૧ વળી – 2 કર્યા કરે છે, એટલે બધા વહેલા જ જહન્નમમાં પહોંચતા થવાના.” એક બીજા સરદારે પોતાનો મનભાવ વ્યક્ત કર્યો. - “ખુદાવન્દ!” એક ત્રીજો સરદાર કાળાપહાડને ઉદ્દેશીને બોલ્યો.
ઈસલામના આફતાબ આગળ કુક્રનો તારે શી ગણત્રીમાં ? હુારે પૂરેપૂરો વિશ્વાસ રાખે કે, એક દિવસ એવો આવશે કે, તમામ દુનિયામાં ઈસલામના સાચા ઈમાનને ફેલા થઈ જશે. બધા કાફિર દોજખના ગારમાં પટકાશે અને પયગમ્બરે આખિરજમાં સલ્લલ્લાહ અલ્લેહુસલ્લમનો દીન જમીનના બધા ભાગોમાં જોરાવર થયેલો જોવામાં આવશે.”
“આમીન ! આમીન ! આમીન ! ! !” સર્વેએ એક સાથે પિકાર કર્યો.
સેનાપતિએ અનુમતિદર્શક એક પણ શબ્દો ઉચ્ચાર કર્યો નહિ. કારણ કે, તેની શારીરિક સ્થિતિ એ વેળાએ જોઈએ તેવી સારી અને સ્વસ્થ હતી નહિ. હલાયુધ મિશ્રના બરછાથી પડેલા જખમમાંથી હજી પણ લોહી વહ્યા જ કરતું હતું. સ્કન્ધભાગે એવો જીવલેણ જખમ હોવા છતાં પણ પ્રભાતનો ન્યાય કરવાને તે પોતે આવીને ન્યાયાસને વિરાજ્યો હતો. તેનું મુખમંડળ કરમાઈ ગયું હતું, તે પણ નેત્રોમાં તીક્ષણ દષ્ટિને પ્રભાવ જેનો તે જ જોવામાં આવતો હતો. તેના -વિશાળ લલાટમાં વળ પડેલા હતા અને મહા ખિન્ન હદયથી તે કેદીના આવવાની રાહ જોતો બેઠે હતો.
અલ્પ સમય પછી વિચારા નથી થોડા અંતરે મહાકાલાહલ થવાનો ધ્વનિ સાંભળવામાં આવ્યો. ચારે તરફથી સિપાહીઓ આવી આવીને ત્યાં એકઠા થવા લાગ્યા. એક તરણ બાળાના કરુણેપાદક રોદનને ધ્વનિ તે સરેવરના તીરે ગૃજ સંભળાતો હતો! સિપાહીઓ બળાત્કારે પ્રભાતને પકડીને લાવતા જોવામાં આવ્યા અને પ્રભાતને વિશે રહેલા પ્રાણવાળી ઉષા તેમની પાછળ દોડતી અને વિલાપતી પ્રભાતને છોડી દેવાની વિનતિ કરતી દષ્ટિગોચર થઈ. સેનાપતિની કઠેર આજ્ઞાનું સ્મરણ થતાં બાળાના શરીરને સ્પર્શ કરવાનું સાહસ કઈ પણ કરી શકતું નહતું. ક્ષુદ્ર બાળા ઉષાએ પિતાના સુકોમળ કરકમળોવડે પ્રભાતનાં ચરણો પકડી રાખ્યાં હતાં અને તે પ્રભાતને લોહશૃંખલાથી પણ વધારે યાતનાકારક ભાસતું હતું. આ સંસારમાં એ ક વીર છે કે, જે પિતાના બાહુબળથી પ્રેમબંધનનો ઉચ્છેદ કરવાનું સામર્થ્યવાન હોય? અર્થાત કાઈ પણ નથી. એવું પાષાણ હૃદય કોનું હોય કે, જે પ્રિયાના બાહુષ્ટનને છોડવી શકે? કેઈનું પણ નહિ. શૃંખલાબદ્ધ વીર યુવક પ્રભાતકુમારનાં નેત્રોમાંથી અશ્વિની ભયંકર ચિંગારીઓ નીકળવા લાગી, કાપથી તેનું મુખમંડળ રક્તવર્ણ બની ગયું અને તેનાથી એક શબ્દનો પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com