________________
૧૭૬
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય
દેશની દુર્દશા દેખીને કેવી વેદના થતી હશે, તેનું અનુમાન સ્વદેશભક્ત વિના ખીજું કૈ!ઈ કરી શકે તેમ નથી જ. જે વેળાએ પ્રભાત આ વાતાના વિચાર કરવામાં લીન થએલા હતા, તે સમયે ક્રાપ, સાલ અને દુ:ખે આવીને એક સમયાવચ્છેદે તેને વ્યથિત કરવા માંડ્યો. દખાયલા અગ્નિ જેવી રીતે એકાએક પ્રકટીને પર્વતને પણુ કંપાયમાન કરી મૂકે છે, તેવી રીતે દુઃખાગ્નિથી પ્રભાતનું હૃદય પણ કંપાયમાન થવા લાગ્યું. પિંજરામાં બહુ થએલા સિંહ ભયંકર નાદ કરી, દાંત પીસી અને પછાડા મારીને પેાતાના ઉત્તેજિત હૃદયના વેગને ન્યૂન કરવાની ચેષ્ટા કરવા લાગ્યા.
પુનઃ ઉષાની યાતનામય સ્મૃતિના તરંગે તેના મનમાં ઊડવા લાગ્યા. એક દિવસે પેાતાના ગૃહના દ્વારમાં સૂર્યનારાયણનાં સુન્દર કિરણાથી રંગાયલા મેઘાના અંકમાં કુસુમસદૃશી ઉષાની કુસુમસમાન કામલ દૃષ્ટિએ પ્રભાતના મનને આન્દેાલિત કરી નાખ્યું હતું. આજે જે તે પાતા પાસે હાત, તેા ઉભય નેત્રામાંથી અશ્રુધારા વહેવરાવીને અને પરસ્પર મનાવ્યથાના પ્રકાશ કરીને એક બીજાને વિદાય થવાના પ્રસંગ મળી શકયા હૈાત, એવી પ્રભાતના મનમાં ભાવના થઈ. પ્રભાતની એ આશા ને પૂર્ણ થઈ હાત, તે તે મૃત્યુને આનંદપૂર્વક આલિંગન આપત. વૃક્ષમાંથી શાખાને તેાડી લેવાથી શું શાખામાં લાગેલાં સુમના શુષ્ક નથી થઈ જતાં? પ્રભાતના એવા તે કયા પુણ્યપ્રભાવ છે કે, જેથી તેની આશા પૂર્ણ થઈ શકે ? અને ચિરદુઃખની ઉષા ? તેની જીવનવ્યાપિની દાસીવૃત્તિને કાઈ દેવતાના અભિશાપ જ સમજવા જેઈએ. એ કારણથી જ પ્રભાત, દાસીવૃત્તિથી તેના ઉલ્હાર કરી શક્યા નહાતા. ઉષા દાસીત્તિ કરશે અને જ્યારે તે પ્રભાતના મરણના સમાચાર સાંભળશે, ત્યારે પ્રથમ બે ચાર દિવસ તા બહુ જ વિલાપ કરશે-પછી ધીમે ધીમે પ્રભાતની સ્મૃતિની તેના હૃદયમાં વિસ્મૃતિ થઈ જશે. એટલે એ પણ સંભવિત છે કે, યૌવનના અસહ્ય વેગથી તે કાઈ ખીજા પુરુષને ! અરે વષિક ! હવે વિલંબ શા માટે કરે છે? આ ક્ષણે જ પ્રભાતના શરીરના બે વિભાગ કરી નાખ. આવી ચિન્તાથી તે વિનાર્વાહ્નએ મળ્યા કરે, એના કરતાં મરણુ સહસ્ત્રગુણ ઉત્તમ છે! નેત્રા ઉષ્ણુ અને ક્ષાર નીરથી ભરાઈ આવ્યાં તે રાવા લાગ્યા!!! એ સમયે લગભગ અઢી પ્રહર રાત્રિ વ્યતીત થઈ ગઈ હતી અને સમસ્ત જગત્ ધાર નિદ્રાને આધીન થએલું હતું. વિજયાન્મત્ત સૈનિકાના વિજયગાનના ધ્વનિ પણ હવે સાંભળવામાં આવતા નહાતા. એવી ધારતમ નિશાના અંધકારમય સમયમાં ચિન્તાથી ખિન્ન થએલા પ્રભાત
કારાગૃહવાસીનાં ઉભય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com