________________
પુરી આકમણું
૧૫૭ સ્નાન, સંધ્યા આદિ નિત્ય કર્મોથી નિવૃત્ત થઈને મંદિરના શિખરભાગે ચઢીને પ્રભાતે પુરીના આસમનાત પ્રદેશમાં દષ્ટિ દેડાવી. સૂર્યનો સંપૂર્ણ પ્રકાશ થતાં જ સમુદ્રતીરે યવનોની લાલરંગી અર્ધચંદ્રના ચિહવાળી પતાકા વાયુમાં ઉડતી તેના જેવામાં આવી. વાયુવેગે તે નીચે આવ્યો અને લડવાને તૈયાર થએલા મનુષ્યને પોતાની તૈયારીમાં રહેવાની તેણે સૂચના આપી દીધી.
યવન અને આયનું જેવી રીતે યુદ્ધ થવાનું હતું, તેવી જ રીતે પ્રભાત તથા ઉષાની આશા અને નિરાશાનું પણ ગર્ભિત યુદ્ધ થવાનું હતું. હવે જોવાનું છે કે, વિજય કેન થાય છે, યવનો કે આર્યોનો? પ્રભાત અને ઉષાની આશાનો કે નિરાશાનો? જેનો વિજય થશે, તેને પ્રકાશ પોતાની મેળે જ દૃષ્ટિગોચર થશે, માટે અત્યારે તેના ઊહાપોહની કશી પણું આવશ્યક્તા નથી. હાલ તો ચાલો વિનોદી વાચકે, આપણે પણ જઈએ યુદ્ધભૂમિમાં, યુદ્ધના આદર્શ અને મનુષ્યની નિર્દયતાને જેવાને!
ષષ્ઠ પરિચછેદ
પુરી આક્રમણ પ્રાતઃકાલમાં સૂર્યોદય થતાં જ સમુદ્રતીરે પઠાણોની લાલરંગી પતાકા દૃષ્ટિગોચર થવા લાગી, એ આપણે ઉપર જાણી આવ્યા છીએ. મંદિરના સંરક્ષક ઉકલવાસીજને પરસ્પરનાં વદનેને સજળ નેત્રથી નિહાળવા લાગ્યા. જાણે તેઓ એકબીજાથી સદાને માટે મુક્ત અને વિયુક્ત, થતા હાયની! એ તેમનાં વચનોના શ્રવણુથી અને ખિન્ન મુખમુદ્રાના
અવલોકનથી ભાસ થતો હતો. પ્રભાતે પોતાની કમર કસી. હલાયુધ મિશ્ર શ્રી જગન્નાથ સમક્ષ હસ્તદ્વય જોડીને ઉભો રહ્યો, તે જાણે અંતિમ દર્શન કરવા માટે જ આવ્યો હોયની! તઠત સર્વથા નિરાશ દેખાતે હતે. તે નમ્રતાથી જગન્નાથને અંત:કરણપૂર્વક પ્રાર્થના કર બોલ્યા કે, “હે શ્રી જગન્નાથ! હે મધુસૂદન ! હે વિશ્વસ્વામિન! પોતાના વતનો ભંગ કરશો નહિ. તમારા ભકતો સંકટમાં છે, માટે તેમનું રક્ષણ કરશે! અમારા સહાયક, અમારું બળ અને અમારું સાહસ ઈત્યાદિ સર્વસ્વ મે જ છે! યવનોનાં ચરણોમાં હિન્દુઓનાં માથાં રવડાવશો નહિ. યુદ્ધક્ષેત્રમાં વિચરતી વેળાએ અમારા હસ્તમાં અને હૃદયમાં બળ તથા સાહસ આપજે.” એ પ્રાર્થના કરતાં કરતાં વૃદ્ધ મિશ્ર હલાયુધમાં નેત્રોમાંથી ઉપણું અશ્રુનાં બે બિન્દુ ટપકી પડ્યાં.
પ્રભાતકુમારે પોતાના સહચારીઓને ઉદ્દેશીને કહ્યું કે, “ધર્મ૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com