________________
૧૧૬ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય પાપનું પણ નિવારણ થઈ જાય છે. જો એ મહાપ્રસાદનું અપમાન થાય, તો તે એક અનિવાર્ય પાપ થઈ પડે છે.
પ્રસાદ જે હસ્તમાં આવ્યો કે, સમય, સ્થાન કે બીજા કેઈ પણ વિષયના વિચાર વિના તત્કાળ તે ખાવું જ જોઈએ. એ મહાપ્રસાદ જે સમયે રંધાય છે, તે સમયે લક્ષ્મી પિતે એના પર દેખરેખ રાખે છે અને ભગવાનને ધરાવવા પહેલાં તે પિતે તેને ચાખી જુએ છે. મહાપ્રસાદ એકવાર ભગવાનને ધરાવવામાં આવ્યો, એટલે તે કોઈ પણ રીતે અને કોઈ પણ કાળે અપવિત્ર થઈ શકતો નથી. હિન્દુઓમાં બીજી જાતિના મનુષ્યનું રાંધેલું નહીં ખાવાનો અને પંક્તિભેદ રાખવાને જે પ્રધાત પડી ગએલો દેખાય છે, તે પ્રઘાતને જગન્નાથપુરીમાં સર્વથા લોપ થઈ જાય છે. લોકોને ફરજિયાત તેમ કરવું પડે છે. જગન્નાથના મહાપ્રસાદનો એક અનાદર કર્યો હતો અને તેને મહા કષ્ટ વેઠવું પડ્યું હતું, એ વિશે નીચે આપેલી એક કથા વાંચવા જેવી ધારીને અત્ર તેને ઉલ્લેખ કરેલો છે.
પિતાની જાતિ વિશે બહુ જ અભિમાન રાખનારા એક ઉચ્ચ જાતિના કુલીન તરણુ ગૃહસ્થ એ નિશ્ચય કર્યો કે, “હું જગન્નાથપુરીમાં જઈશ અને દેવનાં દર્શન પણ કરીશ; પણ બીજા કોઈનું અન્ન ખાઈશ નહિ.” એવો વિચાર કરીને અભિમાની તરુણ ગૃહસ્થ, પુરીના નિકટમાં આવી પહોંચ્યું; પણ જેવો તે મંદિરના દ્વારમાં પ્રવેશ કરવા જતો હતો, તેવામાં જગન્નાથની દૈવી સત્તાથી તે ત્યાં જ અટકી ગયો અને તેના શરીરમાં કેડનો રોગ વ્યાપી ગયો. એથી તેના હાથ અને પગ ગળીને ખરી પડ્યા અને માત્ર વચલું ધડ દુઃખી સ્થિતિમાં એમનું એમ રહી ગયું. લગભગ બે માસ જેટલા લાંબા સમય સુધી એ દુઃખી મનુષ્યને આવતા જતા યાત્રાળુઓના દાનથી પિતાનું જીવન વીતાડવું પડ્યું. અંતે એક દિવસે પોતાના મુખમાં મહાપ્રસાદનો કાળિયે લઈને એક કૂતરે ત્યાંથી પસાર થયો અને તેના મુખમાંથી મહાપ્રસાદના થોડા દાણું જમીન પર પડી ગયા. એ પડેલા દાણા તે દીન મનુષ્યના જોવામાં આવ્યા અને અત્યંત ક્ષુધાતુર થએલો હોવાથી ધીમે ધીમે ખચકીને પોતાના આછવડે તે દાણું તેણે ખાધા. તત્કાળ જગન્નાથની તેના પર કૃપા થઈ અને તે પૂર્વ પ્રમાણે સર્વથા આરોગ્ય અને હસ્ત પાદાદિથી યુક્ત બની ગયો. ઘણી જ શ્રદ્ધાથી તેણે જગન્નાથનાં દર્શન કર્યા અને ભવિષ્યમાં કોઈ દિવસે પણ જાતિનું અભિમાન કર્યું નહિ.”
મંદિરના સભાગૃહમાં અને જગન્નાથના રથના કેટલાક ભાગમાં મનુષ્યોની કેટલીક વેષરહિત આકૃતિઓ કાઢવામાં આવેલી છે. ડૉકટર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com