________________
() કર્યો અને રાજા શહેરમાં રહેતો તેનો લાભ લઈ રાજમહેલ પોતાને કબજે કરી લીધું અને લશ્કરને પોતાના તરફ મેળવી લીધું. તેણે રા
જાને પણ પકડ્યો અને જીવતાં સુધી તેને કબાલડગના ડુંગરો જેની હવા ઘણી રોગીષ્ટ છે ત્યાં કેદ રાખ્યો, ત્યાં તે ખરાબ હવા અને રોગીષ્ટ બારાકને લીધે થોડા વખતમાં મરણ પામ્યો.
ચામરાજને પદભ્રષ્ટ કરવામાં આવ્યો ત્યારથી મહિસુરમાં તે વંશની પડતી થવા લાગી. આ વખત પછી જેકે તે કુટુંબનો એક માણસ - હિરને નામને રાજા કહેવાતો તો પણ રાજ્યની સઘળી સત્તા હિંદુ તથા મુસલમાનોને હાથ હતી અને તેઓ ભાગ્યેજ રાજાને રાજમહેલની બહાર જવા દેતા. દેવરાજે અને નાનારાજે ચીક કીશ્નરાજને નામના રાજા તરિકે ગાદીએ બેસાડ્યો. આ પછી થોડા વખતમાં નાનરાજ મરણ પામ્યો. આ પછી થોડે વખતે કર્નાટકના નવાબ દોસ્તઅલીએ મહિસુર ઉપર ચડાઈ કરી. પણ દેવરાજે તેને હરાવ્યો. પછીથી દેવરાજે પોતાના નાના ભાઈ નાનજારાજને લશ્કરનો ઉપરી બનાવ્યો. નાનારાજે હેદરઅલી, જેની ઉમર તે વખતે ૩૦ વરસની હતી તેને પોતાના એક સિપાઈ તરિકે નીમ્યો,
હૈદર અલી ફતેહમહમદને દીકરે અને મહમદ ભલલ કે જેણે મુળમાં પંજાબમાંથી આવીને હૈદ્રાબાદની પાસે એક નાની મસીદ બાંધી હતી તેનો પિત્ર હ. ઈ. સ. ૧૭૫૫ માં દક્ષિણના સુબેદાર સલાબતઅંગે ફ્રેન્ચ સુબેદાર ખુશીની મદદથી શ્રીરંગપટ્ટણ ઉપર હુમલો કર્યો, અને દેવરાજને રૂપ૬૦૦૦૦૦ (છપનલાખ)ની મોટી રકમ આપી સલાહ કરવાની જરૂર પાડી. બીજી તરફ જ્યારે મરેઠાઓએ ઈ. સ. ૧૭૫૭માં શ્રીરંગપટ્ટણ ઉપર હુમલો કર્યો ત્યારે નંદરાજને મહિસરનો થોડો ભાગ આપી સલાહ કરવી પડી. આ વખતે દેવરાજ અને માનનારાજ વચ્ચે અણબનાવ થશે. આથી દેવરાજ પોતાની એકઠી કરેલી દોલત લઇને શ્રીરંગપટ્ટણમાંથી જતો રહ્યો, અને નાનારાજે ઉપરી સત્તા પોતાને હાથ લીધી. પણ બંને ભાઈ વચ્ચે કજીઓ થવાથી હૈદરને લાગ ફાવ્યો. નાનારાજે તેને કેટલાક મુલક સેપ્યો હતો તેથી તેની સત્તામાં ઘણું વધારો થયો હતો. રાજા અને નાનારાજ બંને ઉદરને “ફતેહદરબહાર એવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com