________________
સ. ૧૫૭૬માં મહિસરને કેટલોક મુલક મળ્યો. તે જ વર્ષમાં એટલે ઈ. સ. ૧૫૭૬માં ચામરાજ મણ પામ્યો. પણ તેને પુત્ર તેની પહેલાં મરણ પામ્યો હતો. તેથી તેની પછી તેનો પિત્ર બીટાડ વાડીઅર ગાદીએ બેછે. તેણે હેમુનકલીનો કિલ્લો અને તેની આસપાસનાં ગામડાં મહિસરના રાજ્ય સાથે જોડી દીધાં.
બીટાડ વાડીઅરની પછી તેને ભાઈ રાજવાડીઅર ગાદીએ બેઠો. આ રાજા ઘણે બુદ્ધિમાન હતો. તેણે મહિસુરના રાજ્યમાં ઘણો વધારો કર્યો. તેણે ઇ. સ. ૧૬૦માં કમ્બાલાનો કિલ્લો અને શ્રીરંગપટ્ટણ શહેર, જે અગાઉ શ્રીરંગપટ્ટણ અથવા પવીત્ર રંગનું શહેર એ નામથી ઓળખાતું હતું, અને જ્યાં વિજયનગરનો હાંકી કહાડેલો રાજા રહેતો હતો તે જીતી લીધાં. આ વખતથી શ્રીરંગપટ્ટણ મહિસરના રાજ્યની રાજ્યગાદીનું મુખ્ય શહેર થયું. મહિસુરના રાજા અગાઉ જંગમ ધર્મ પાળતા હતા, પણ શ્રીરંગપટ્ટણ લીધા પછી તેઓએ વિષ્ણુનો ધર્મ પાળવા માંડ્યો. રાજવાડીઅર ઈ. સ. ૧૯૧૭માં મરણ પામ્યો. તેણે પોતાના મુલકમાં પણ વધારો કર્યો અને પોતે દક્ષિણના હિંદુ રાજાઓમાં સર્વથી મુખ્ય ગણાતું હતું.
રાજવાડીઅરની પછી તેનો પત્ર ચામરાજ વાડીઅર ગાદીએ બેછે. તેણે ૨૦ (વીસ) વરસ રાજ કર્યું તે દરમ્યાન તેણે ઘણે મુલક છો. તે છતાએલા દુશ્મનો પર દયા રાખતો. જ્યારે ઈ. સ. ૧૯૩૭માં તેનું મર્ણ થયું ત્યારે તેનો કાકો ઈમાદીરાજ, જે રાજવાડીઅરનો પુત્ર હતો તે ગાદીએ બેઠા. તેણે ૧૮ વરસ રાજ કર્યું. તેને તેના દિવાને ઝેર દઈ મારી નાખ્યો. તેની પછી રણધિરકાન્તીરીવા નરસારાજ ગાદીએ બેઠે. તે તેના વડીલોના જેવો શરીર અને પરાક્રમી હતો. તેનામાં અતિશય જેર અને હિમત હતાં તેના જેર વિશે એમ કહેવાય છે કે ત્રિચિનાપલીના દરબારમાં એક પ્રખ્યાત હોદ્ધો હતો તેની સાથે યુદ્ધ લડવાને તે ત્યાં ગયો, અને એ યુદ્ધમાં તે યોદ્ધાને કાપી મારી નાખ્યો. તેણે, જે વછરે આગલા મયતરાજાને ઝેર દીધું હતું અને પોતાને પણ ઝેર - વાની કોશીશ કરતો હતો તેને મારી નાખ્યો. બીજાપુરના રાજાએ શ્રીરપણને પશે હાલ્યો હતો તેને તેણે હરાવ્યો. અને તેના લશ્કરની પાછળ Mી તેને ત્રાસ કર્યો. તેણે માગીના રાજા ઉપર એક મોટી જીત મેળવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com