________________
(૩૪). તેમને કિલ્લા પર ચડાવી દેવાથી કંઈ કરી શક્યા નહિ. હૈદ્રાબાદની સરકારને કરજે રૂપીઆ ધીરીને મુલકોપર વરાત લેવી. તથા મામલતો કરવી એવી મતલબે પાલમર નામ ઈગ્રેજે ત્યાં પેઢી કાઢી હતી, અને તે કામમાં ગવરનર જનરલનું પણ અનુમત હતું. તે પણ તે વાત કરારથી ઉલટી હતી માટે તે પેઢી તહિથી ઉઠાડવી, તથા સરકારે તેઓનું દેવું વાળવા વિશે વચમાં પડવું નહિ. એવું ઈ. સ. ૧૮૨૪માં ઠરાવાથી તે શાહુકારે દેવાળુ કાઢયું. આથી ઘણા લોકનું નાણુ ઘલાયું
નિજામ સીકંદરજાહ હતા. તા.૨૪મી સને ૧૮૨૮ ના રોજ મરણ પામ્યા. તેમના પછી તેમના વડાશાહજાદા નાસીરઉદાલા ગાદીએ બેઠા રાજકારભાર ચંદુલાલ ચલાવતો હતો, અને મુલકમાં ઈજારાથી મામલતે રાખવી, તથા ખજાનામાં સીલીક નહિ રાખવી, ઇત્યાદી રીત પ્રમાણે તે કારભાર ચલાવતો હતે. ચંદુલાલ મરી ગયો, પરંતુ આજે પણ તેના કારભારને માટે લેકો તેને યાદ કરે છે અને હૈદ્રાબાદ એ “ચંદુલાલવાળુ હૈદ્રાબાદ” એ નામથી ઓળખાય છે. ઈ. સ. ૧૮૩૮ માં હૈદ્રાબાદમાં નિજામના એક ભાઈએ બંડ કર્યું અને તેનો પ્રકાશ આખા દેશમાં થયો હતો. પરંતુ જલદીથી બંદોબસ્ત કરી, તેને ગેવળકડાના કિલ્લામાં લઈ જઈ કેદ કી. એ બંડની મદદમાં કર્નલના નવાબે તેને લડાઈ સબંધી સામાન પુરું પાડ્યો હતો, તેથી તે નવાબનું સંસ્થાન અંગ્રેજ સરકારે જપ્ત કર્યું. મુનીરઉલમુલ્ક પછી ઈ. સ. ૧૮૪૩ માં તેને બેટોસિરાજ ઉલમુલ્ક હૈદ્રાબાદનો દિવાન થયો હતો. ઈ. સ. ૧૮૦૦ માં નિજામઅલ્લીએ અંગ્રેજો સાથે કરાર કીધો હતો કે ૬૦૦૦ પેદલ ૮૦૦૦ સ્વારનું લશ્કર લડાઇની વેળાને માટે રાખવું. ઈ. સ. ૧૮૦૭માં એટલે નિજામસીકંદરાહ ના વખતમાં એવો બંદોબસ્ત થયો હતો કે ઉપલી મતલબસર નિજામ સરકારે એક મોટી ફોજ હમેશને માટે રાખવી. ને ફોજ ઉભી કરવા તથા ચલાવવાનું કામ અંગ્રેજને સેપવું અને તેના ખરચ ઉપર કાંઈક વ્યાજને હિસાબે સને ૧૮૫૩ માં રૂ ૫૦ લાખ અંગ્રેજોના નિજામ પાસે લેણા નીકળ્યા. ખરચની વીગત કેપટનજરના ગ્રંથમાંથી એવી નીકળી
કે દર વરસે તે ફોજ પાછળ નિજામ સરકારને આશરે ૪૦ લાખ રૂપીઆ થતા હતા. તે લશ્કરમાં ૧૦૦ યુરોપીઅન અમલદારો હતા અને તેમનોજ માત્ર દરમાસે ૨૮૦ હજારને ખરચ હતું. એ લકર ગ્રેજને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com