________________
(૨૯૩)
૧૮૫૭ના બળવામાં સારી નોકરી બજાવી. તે ઈ. સ. ૧૮૫૯માં મરણ પામ્યા અને તેમની પછી તેમને મેટો અનરસ છોકરશે ભવાનીશાહ ગાદીએ બેઠે. આ રાજાને દત્તક લેવાની સનંદ મળી છે.
રાજા ભવાનીશાહ ઈસ. ૧૮૭૧ માં મરણ પામ્યો. તેની પછી પ્રતાપસિંહ ગાદીએ બેઠા તે હાલના રાજા છે. તે ઈ. સ. ૧૮૫૦માં જન્મ્યા હતા હીઝહાઇનેસ રાજા પ્રતાપસિંહના ગાદીએ બેઠા પછી ઓનરેબલ મેજર જનરલ સરહેનરી રમસે. સી. બી. કે. સી. એસ. આઈ. જે કમાઊન અને ગઢવાળના કમીશનર છે તેમના હાથ નીચે રાજ્યમાં ઘણાં સુધારા થયા છે. રાજા પ્રતાપશાહે દર વરસે રૂ ૧૦૦૦) કરતાં વધુ ખરચની તેહરીમાં એક સ્કુલ દાખલ કરી છે. આ સિવાય તેહરીમાં અને આસપાસના ગામમાં કેટલીક હિંદ પાઠશાળા છે. વળી આ રાજએ લોકની દવાને માટે દરવરસે રૂ૫૦૦) આપવા કબૂલ કર્યું છે. અને તેહરીમાં એક દવાખાનું બંધાવ્યું છે. વળી પોલીશને માટે એક નવું મકાન બાંધવામાં આવ્યું છે. તેહરીથી તે મસુરીની ટેકરી સુધી ૩૮ માઈલની સડક બાંધી છે અને યુરોપી મુસાફરને માટે દસ બાર માઈલ છેટે બંગલા બાંધ્યા છે.
હીઝ હાઇનેસ રાજા પ્રતાપસિંહ ઈ. સ. ૧૮૭૭ના જાન્યુઆરીની પહેલી તારીખે દિલ્હીમાં જે પાદશાહી દરબાર ભરવામાં આવ્યો હતો ત્યાં હાજર હતા. આ રાજાને ૧૧ તેનું માન છે અને હલકા દરજાની સત્તા છે. હાલ રજાની ઉમર ૪૦ વરસની છે. તેમને કરતશાહ નામનો કુંવર છે. ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com