________________
(૨૬૪) તે “એમ પ્રેસબ્રીજ”ના નામથી ઓળખાય છે, તે ઈ. સ. ૧૮૭૮ના જુનમાસમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
ઝીંદ.
આ રાજ્ય પંજાબદેશ તાબાના સરહિંદપ્રાંતમાં છે. અને તેના રાજ્યક સીખ જાતના હિંદુ છે તથા તે રાજાની પદ્ધિથી ઓળખાય છે. આ રાજ્ય સરહિંદના છેક અગ્નિકોણ તરફ છેવાડ છે. ઝીંદશહેર પતીયાળાથી દક્ષિણમાં ૪૫ માઈલને છેટે છે આ રાજ્યનો વિસ્તાર ૧૨૩૮ ચોરસમાઇલ જમીન જેટલો છે. તેમાં ૮ શહેર તથા ૪૧૫ ગામ છે. અને તેમાં વસ્તી આસરે ૨૫૦૦૦૦ માણસની છે તેમાં ર૧૦૦૦૦ હિંદુ ૩૪૦૦૦ મુસલમાન અને બીજા પરચુરણ છે. વાસીંક ઉપજ-૬૫૦૦૦૦ (સાડાલાખ) ને આશરે થાય છે.
દેશનું સ્વરૂપ–મુલક કેટલાએક પહાડી અને કેટલીએક સપાટ છે, જમીન રસાળ છે. નિપજ–ઘઊં, ડાંગર, બાજરી, જુવાર, કપાસ, શેરડી, વિગેરેની થાય છે. લક–સીખ, જાટ, રજપૂત, અને મુસલમાન છે. મુખ્ય શહેર-ઝીંદ એ રાજધાનીનું શહેર છે તેમાં રાજા રાજકર્તા રહે છે. ઝીંદ એશહેર દિલ્હીથી વાવ્યકોણમાં ૬૦ માઈલને છેટે છે તેમાં ૭૦૦૦ માણસની વસ્તી છે.
ઈતિહાસ–અહીંના રાજ્યકર્તા રાજાની પદ્ધિથી ઓળખાય છે અહીંના અને પતીયાળાના રાજા એક કુટુંબના છે. કારણ કે તેઓ ચોધરીયલના વંશજો છે. આ રાજ્ય ઈ. સ. ૧૭૬૩માં સ્થાપવામાં આવ્યું હતું અને ઈ. સ. ૧૭૬૮માં દિલ્હીના પાદશાહે ગજપતસીંગને ઝીંદના મુલકનારાજ તરીકે કબુલ કર્યો અને તે ઝીંદનો પહેલો રાજા હતા. તેણે કેટલીએક જીત્યો કરીને પોતાનો મુલક વધાર્યો. તે ઈ. સ. ૧૭૮૯માં મરણ પામ્યો.તેની પછી તેનો છોકરો બગસીંગ ગાદીએ બેઠા. આ રાજાના વખતમાં તે રાજ્ય ઈગ્રેજ સાથે સંબંધમાં આવ્યું. ઈ. સ. ૧૮૦૫ માં મરાઠાઓની હાર થયા પછી બગસીંગ જે રણજીતસીંગનો મામો હતો તેણે અંગ્રેજો જોડે સલાહ કરી અને તેણે લોકને હોલકર સામેની લડાઈમાં મદદ કરી. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com