________________
(૨૫) જનરલ કે દીકરીને કબજે લી. અને સીરજીજે ગામની સલા હથી મરેઠા ઇગ્રેજના તાબામાં આવ્યા ત્યારે ઈગ્રેજોની આ ભાગમાં ચડતી થઈ. ઈ. સ. ૧૮૬માં લાહોરના રાજા રણજીતસિંહે તે રાજ્યનો કબજે લેવાને ઈચ્છવું. તેથી તેણે તેજ વરસે સતલજની પેલી પારના રાજ્ય લેવાનો ઠરાવ કર્યો. આ બાબત અંગ્રેજ સરકારે તેને કંઈ અટકાવ કર્યો નહિ. આ વખત પતીઓલા અને નાભાના રાજા વચ્ચે કઇઓ થયો હતો. આમાંનો નાભાનો રાજા જે અશક્ત હો તેણે રણજીતસિંહની મદદ માગી. ઈ. સ. ૧૮૧ના ઓક્ટોબર મહિનામાં રણજીતસિંગે પોતાના લશ્કરને લઈને સતલજ નદી ઓળંગી અને ફરી રાજાઓની સાથે સલાહ કરીને પાછો વળ્યો.
બીજે વરસે એટલે ઈ. સ. ૧૮૦માં રણજીતસિંહે ફરીથી પતીઆલાના રાજ્ય ઉપર ચઢાઈ કરી. આ વખત પતી આલાના રાજાને તેના રાણી સાથે બનતું નહોતું તેથી તે રાણીએ રણજીતસિંહની મદદ માગી.
આથી સતલજ નદીની પેલીમેરના રાજાઓના મનમાં ઘણી ધાસ્તી ઉપ્તન થઈ અને તેમણે ગવરનર જનરલને મદદ માટે અપીલ કરી અને તેઓ અંગ્રેજ સરકારના રક્ષણ નીચે રહેવાને અને તેમના તાબેદાર થવાને કબૂલ કર્યું. પણ આ અપીલને ગવરનરે જવાબ આપ્યો તે પહેલાં રાજા અને રાણી વચ્ચે સલાહ થઈ અને તેથી રણજીતસીંગ ત્યાંથી પાછો ફર્યો. આ વખત રાજા અને રાણીએ રણજીતસિંહને ઘણું માન આપ્યું અને હીરાને એક હાર અને પીતલની તોપ બક્ષીસ આપ્યાં પણ તેણે કેટલાક નાના રાજાના કિલ્લા લઈ લીધા. વળી તેને ખબર મળી કે દિલ્હીમાં મારા વીરૂધ ગોઠવણ થાય છે. તેથી તેણે ગવરનર જનરલને કાગળ લખ્યો કે અંગ્રેજને તાબે જે જગ્યા છે. તે સિવાય જમનાં નદીની પશ્ચિમના મુલક ઉપર મારો હક છે. આ વિષે સમજાવાને ઈગ્રેજ સરકારે રણછતસીંગ પાસે એક એલચી મોકલ્યો. પણ આથી રણજીતસીંગ ગુસ્સે થયો. અને તેણે સતલજ નદી ઓળંગીને અંબાલા લીધું. આથી ઈગ્રેજ સરકારે લશ્કર એકઠું કર્યું. અને રણજીતસીંગને પાછા હઠવાની જરૂર પાડી.
આ વખતે ઈ. સ. ૧૮૦૯ના એપ્રીલમાસમાં રણજીતસીંગની સાથે જે સલાહ થઈ હતી તેથી રણજીતસીંગે સતલજની પેલીમેરના રાજાઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com